September 21, 2020
September 21, 2020

પત્નીના આડા સંબંધને લઇ પતિ બન્યો હત્યારો, પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

મહિલાના પતિ અને તેના સાથીએ પ્રેમીને તીક્ષ્ય હથિયારોના ઘા મારી કરી હત્યા

પંચમહાલના મોરવા હડફ તાલુકાના દેલોચ ગામની સીમમાં મળી આવેલી લાશ ભેદ ઉકેલાયો છે. ગત 21 જુલાઈના રોજ એક 40 વર્ષના ગુલાબસિંહ ઝાલૈયા નામના વ્યક્તિની લાશ મળી આવી હતી. જો કે પોલીસે હત્યાની આશંકાને લઇ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આડા સંબંધના ચક્કરમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મૃતકની પ્રેમિકાના પતિએ જ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

ઘટનાની વિગત મુજબ, ગિરવત ઝાલૈયા અને ઉદેસિંહ બામીયાએ ગુલાબસિંહ ઝાલૈયાની હત્યા કરી છે. થોડાક દિવસ પહેલા ગિરવત ઝાલૈયાએ ગુલાબસિંહ ઝાલૈયાને મારી નાખવાની ધમકી આપી હતી. ગિરવત ઝાલૈયાની પત્ની અને મૃતક ગુલાબસિંહ ઝાલૈયા સાથે આડા સંબધ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેને લઇ આરોપીએ મૃતકના ભાઇને ધમકી હતી.

પરિણીતાના પતિએ અને તેના સાથીએ મૃતકની છાતીના ભાગે તીક્ષ્ય હથિયાર વડે હુમલો કર્યો જેથી તેનું મોત નિપજ્યું હતું. અને બાદમાં તેઓ ત્યાથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. અને તેમને કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

 98 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર