પત્નીની છેડતી થતાં પતિ બન્યો કાતિલ, યુવકનું માથું ધડથી કરી દીધું અલગ

છેડતી કરનાર યુવકનું પાવડા વડે ગળુ કાપી ધડથી માથું 4 કિમી દૂર ફેંકી દીધું..

ઉત્તરપ્રદેશમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પત્નીની છેડતી મામલે યુવકને ધારદાર હથિયારથી ગળુ કાપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે મહિલા તેમજ પતિ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પત્નીની છેડતી થઇ તો ગુસ્સામાં પતિએ ત્રણ લોકો સાથે મળી યુવકનું ધડથી માથું અલગ કરી નાખ્યું, અને ચાર કિ.મી દૂર ફેંકી આવ્યા હતા. આ સનસનીખેજ મામલો ઉત્તર પ્રદેશના દેવરિયા ગામનો છે.

જાણકારી મુજબ, દેવરિયામાં એક યુવકની ગળું કપાયેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી. ધડથી અલગ લાશ મળતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. જો કે શોધખોળ બાદ ચાર કિ.મી દૂર માથું મળી આવ્યું હતું.

માથું કાપાયેલી લાશ મળી હોવાની સનસની ઘટનાનો ખુલાસો કરતા પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ જઘન્ય ઘટનામાં પોલીસ તપાસમાં મૃતકે નિકોલસની પત્નીની છેડતી કરી હોવાનું સામે આવ્યું હતું. જેના વિરોધમાં નિકોલસે અન્ય બે સાથીઓ સાથે મૃતક રાજુ સ્વાંશીને ધારદાર હથિયાર પાવડા વડે ગળુ કાપીને તેનું માથું ચાર કિલોમીટર દૂર ફેંકી દીધું હતું. આ મામલે નિકોલસની પત્નીએ પુરાવા નાબૂદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યામાં વપરાયેલ પાવડો, છરી, દોરડો મળી આવ્યો છે. આરોપીઓ ચિકન ફાર્મમાં કામ કરે છે અને રાંચીના રહેવાસી છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે મૃતક રાજુ એ નિક્લોસની પત્ની સાથે છેડતી કરી અને તેની સાથે બળજબરી કરી હતી. જ્યારે નિકોલસને ખબર પડી ત્યારે તેણે તેના બે અન્ય સાથીદારો સાથે મળીને પહેલા છરી વડે ગળું કાપવાનો પ્રયાસ કર્યો. બાદમાં પાવડાનો ઘા કરી માથુ ધડથી અલગ કરી દીધું હતું.

એસપી ડોક્ટર શ્રીપતિ મિશ્રાએ જણાવ્યું હતું કે 2 નવેમ્બરના રોજ રામપુર ફેક્ટરી સ્ટેશન વિસ્તારમાં એક માથું કપાયેલ લાશ મળી હતી. ડોગ સ્કોડની મદદથી માથું ચાર કિ.મી દૂરથી મળી આવ્યું હતું. તેમાં એક વ્યક્તિ જે રાંચીનો રહેવાસી છે તે બીજી તારીખે ઘટના સ્થળે આવ્યો હતો. જેના આધારે પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર હકિકત બહાર આવી હતી. પૂછપરછમાં નિકોલસની પત્ની સાથે મૃતક રાજુએ અશ્લીલતાનો પ્રયાસ કર્યો હતો અને બદલામાં તેઓએ પાવડા વડે ગળું કાપી હત્યા કરી દીધી હતી. જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે બધા ઝારખંડના વતની છે અને દેરીયામાં એક મરઘાં ફાર્મમાં કામ કરતા હતા.

હાલ આ મામલે પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર