પતિએ સોપારી આપી પત્નીનું કરાવ્યું ખૂન

બિહારના મુંગેરમાં પતિની ખૌફનાક સાજિશ

બિહારમાં મુંગેરના કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચુઆબાગમાં સોમવારે સવારે થયેલા દીપિકા મર્ડર કેસનો પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસનો દાવો છે કે દીપિકા શર્માની હત્યા તેના પતિએ જ કરી હતી. CISF જવાન દીપિકાના પતિએ તેની હત્યાની સોપારી તેના નાના ભાઈ સહિત 3 શૂટર્સને 1.20 લાખ રૂપિયામાં આપી હતી. પોલીસે પાંચેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

જેમાંથી 2 શૂટરની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક શૂટર હજુ પણ ફરાર છે. હત્યારાઓની સાથે પોલીસે દીપિકાના પતિ રવિ કુમાર, સાળો છોટુ શર્મા ઉર્ફે આકાશ, જીજા સુમિત કુમાર, શૂટર ગૌતમ કુમાર અને સંજીવ કુમાર સહિત 5 આરોપીની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે. નોંધનીય છે કે દીપિકા તેની માતાની હત્યાની પ્રત્યક્ષદર્શી હતી અને બે વર્ષ પહેલાં તેને હાથમાં ગોળી વાગી હતી.

મંગળવારે SP જેજે રેડ્ડીએ જણાવ્યું હતું કે દીપિકા શર્માનો પતિ CISFમાં કામ કરતો રવિ શર્મા તેની પત્નીનો હત્યારો નીકળ્યો હતો. એસપીએ જણાવ્યું હતું કે આ માટે મૃતકના પતિએ કોન્ટ્રેક્ટ કિલર સાથે સંપર્ક કરીને તેની પત્નીની હત્યાની સોપારી 1 લાખ 20 હજાર રુપિયામાં કોતવાલી ગામમાં સંજીવ કુમાર, ગૌતમ કુમાર અને પતલુ નામના ત્રણ શખસને આપી હતી.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી