અમદાવાદઃ રૂપિયાના ઝઘડામાં પતિએ જ પત્નીના નાકે ભર્યું બચકું, આવ્યા 15 ટાકા

સામાન્ય રીતે પતિ પત્નીના ઝઘડામાં પતિ પત્નીને માર મારવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. કેટલીકવાર ઉશ્કેરાયેલા પતિ પત્ની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડવાના પણ કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાય છે.

ઘરકંકાસ ક્યારેક હાંસીનું પાત્ર બનતો હોય છે. આવુ જ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં બન્યું છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે 3000 રૂપિયાને લઈને થયેલા ઝઘડામાં બેરોજગાર પતિએ પત્નીને નાક પર બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

જેના પગલે પત્ની ઇજાગ્રસ્ત થઇ હતી. અને પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડોક્ટરો દ્વારા પત્નીના નાકે 9 જેટલા ટાંક લઇને નાકની સારવાર કરી હતી. સાથે સાથે આ વાતની જાણ પોલીસને થતાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

રેશમબહેને પતિને પૂછ્યું કે, મારા પાકીટમાંથી પૈસા તમે લીધા છે? તો કૈલાસભાઇએ ના પાડી હતી. થોડી વાર પછી રેશમબહેન ઘરના હોલમાં હતાં ત્યારે તેમના પતિ ત્યાં આવતાં રેશમબહેને પૈસા બાબતે પતિને ફરી પૂછ્યું કે, મારા પૈસા તમે લીધા છે?

આમ વારંવાર પૈસા બાબતે પુછતા પતિને ખોટું લાગતાં તેણે રેશમબહેન સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, રેશમબહેનના વાળ પકડીને નીચે પાડી ગડદાપાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી દીધા હતા.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી