પત્નીના વિયોગમાં પતિએ કર્યો આપઘાત, ચાલતી ટ્રેનમાંથી પડતું મુક્યું

જલગાંવમાં પત્નીના મોતથી દુ:ખી પતિએ ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી

મહારાષ્ટ્રના જલગાંવથી એક દર્દનાક સમાચાર આવ્યા છે. જ્યાં પત્નીના મોતથી દુઃખી એક વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. આ શખ્સે મરતા પહેલા ફેસબુક પર એક લાઇવ વીડિયોમાં એક સંદેશ જાહેર કર્યો હતો.

દિવાળી પહેલા પત્નીએ ઝેર પીને મોતને વહાલું કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ લવ મેરેજ કર્યા હતા અને તેમના બે માસૂમ બાળકો પણ છે. આ ઘટનાને પગલે પરિવારમાં કોહરામ મચી ગયો છે.

આત્મહત્યા કરનાર વ્યક્તિની ઓળખ પ્રમોદ શટે તરીકે થઈ છે. મરતા પહેલા પ્રમોદે ચાલતી ટ્રેનના દરવાજા પર ફેસબુક પર એક લાઈવ વીડિયો જાહેર કર્યો હતી. પ્રમોદનો મૃતદેહ રેલવે પાટા પરથી મળ્યો હતો. માનવામાં આવે છે કે તેણે ટ્રેનમાંથી કૂદીને જીવ દીધો છે. તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવાયો છે. શનિ પીઠ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

ફેસબુક Live જોઈને પ્રમોદના મિત્રોએ પ્રમોદના માતા-પિતાને તેની જાણકારી આપી. પરંતુ ત્યાં સુધીમાં ઘટનાસ્થળે પહોંચવામાં ઘણી વાર થઈ ગઈ હતી. પ્રમોદે વીડિયો સંદેશમાં કહ્યું હતું કે હું મારો ચહેરો બતાવ્યા વગર આત્મહત્યા કરી રહ્યો છું. આ પગલુ હું એટલા માટે ભરી રહ્યો છું કારણ કે મારી પત્ની હવે આ દુનિયામાં નથી.

 95 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી