September 24, 2020
September 24, 2020

સુરત : નાનપુરા વિસ્તારમાં યુવતિએ કર્યો આપઘાત, ચાર મહિના પહેલા થયા હતા પ્રેમ લગ્ન

બેરોજગાર પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપતા યુવતીએ ફાંસો ખાઇને જીવન ટુકાવ્યું

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં એક યુવતીએ ફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી. યુવતીના ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન થયા હતા. ગૃહકંકાસ, તેમજ વારંવાર થતા ઝઘડાના ત્રાસથી યુવતીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપસમાં જાણવા મળ્યું છે. આ પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના નાનપુરાવિસ્તારમાં આવેલા નાવડી ઓવરાની સામે યજ્ઞ પુરૂષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ધીરજ કાળીદાસ બાબરીયાની પુત્રી ધારાએ ગત ફેબ્રુઆરી મહિનામાં પોતાના વિસ્તરમાં રહેતા યુવક પાર્થ યોગેશ વૈદ્ય સાથે આંખ મળી જતા પ્રેમલગ્ન કર્યા હતા. પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કરનાર ધારા અને તેની માતા મંજુલાબેન વચ્ચે બોલચાલ ન હતી. પરંતુ સમયાંતરે તેના પિતા સાથે ફોન પર વાતચીત કરતી ધારાએ તેના પિતાને કહ્યું હતું કે, પાર્થ કંઇ કામધંધો કરતો નથી અને વારંવાર ઝઘડા કરે છે જેથી પુત્રીનું લગ્નજીવન સુખમય થાય તે હેતુથી પિતા આર્થિક મદદ કરતા હતા.

દરમ્યાનમાં ધારાએ તેના માતા-પિતાને નાવડી ઓવારે મળવા બોલાવ્યા હતા. જયાં માતા-પિતાને જોઇ રડી પડનાર ધારાએ પાર્થ કંઇ નોકરી કરતો નથી અને ઝઘડા કરે છે તથા સાસુ-સસરા પણ પાર્થને મદદ કરે છે અને જાતિ વિષયક તથા પૈસા લઇ આવવા દબાણ કરે છે તેવી ફરિયાદ કરી હતી. પાર્થના રોજબરોજના ઝઘડાથી કંટાળી ધારા પરત ઘરે આવી ગઇ હતી. પુત્રીના લગ્નજીવનમાં ભંગાણ પડતા તણાવમાં આવી માતા મંજુલાએ પણ આપધાતનો પ્રયાસ કર્યો હતો.

જેથી આઘાતમાં સરી પડેલી ધારાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, લગ્નના ચાર માસમાં યુવતીના આ પગલાંને કારણે યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરુ કર હતી. 

પોલીસે ધારાને આપઘાતનું પગલું ભરવા મજબૂર કરનાર પતિ પાર્થ અને સસરા યોગેશ શશીકાંત વૈદ્યની ધરકડ કરી છે. પોલીસે પતિ અને સસરા વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર