September 27, 2020
September 27, 2020

રાજપીપળા : પતિએ પત્નીની સામે જ નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ..!

પરિવારજનોએ પુત્રને ધક્કો મારીને હત્યા કરી હોવાનો પુત્રવધુ પર આક્ષેપ કર્યો

રાજપીપળામાં એક યુવાને પોતાની પત્નીની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. પત્નીની સામે જ પતિએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. તો બીજી તરફ પરિવારજનોએ જાનબુઝકર પત્નીએ ધક્કો મારી હત્યા કરી હોવાનો આરોપ લગાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગત મુજબ, રાજપીપળા ખત્રી વાડમાં રહેતા 26 વર્ષીય વિજય ઉર્ફે રવિ કાનજી સવાણીએ બ્યુટી પાર્લર ચલાવતી 30 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. કોઈક કારણે બન્ને વચ્ચે અણબનાવ બનતા પત્ની પિયર જતી રહી હતી. રક્ષાબંધનમાં તેના ભાઇને રાખડી બાંધવા વડોદરા ગઈ હતી. દરમિયાન રવિ પણ એક્ટિવા લઈ ત્યાં પહોંચ્યો હતો.

મોડી સાંજે વિજયે પત્નીને પોતાની સાથે એક્ટિવા પર રાજપીપળા આવવાનો આગ્રહ કર્યો પણ પત્નીએ વાત માની નહીં બાદમાં ભાઈ સાથે રાજપીપળા આવવા નીકળી. તે વાત વિજયને મનમાં લાગી આવતાં પોઇચા પૂલ પર આવી પત્ની સામે જ પુલ પરથી નીચે છલાંગ લગાવી હતી. પત્ની સામે જ વિજયે પૂલ પરથી પડતું મુક્યું હતું. ત્યારબાદ પત્નીએ પોલીસને જાણ કરી હતી.

પોલીસને જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અને સ્થાનિક મદદથી યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. તો આ મામલે પરિવારજનોએ પત્નીને દોષિ ઠેરવી છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, પત્નીએ જ યુવાનને નદીમાં ધકેલી દીધો છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 109 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર