September 19, 2020
September 19, 2020

સુરત : દીકરાએ ખોલી હત્યારા બાપની પોલ, કહ્યું- મારી નજર સામે માતાની કરી હતી હત્યા

પત્નીની હત્યા કરી પતિએ રચી હતી જૂઠી કહાની, 8 વર્ષના દીકરાએ ખોલ્યું રાઝ

સુરતના સરથાણા વિસ્તારમાં પત્નીની હત્યા કરી જૂઠી કહાની રચી પોલીસેને અવડા રવાડે ચઢાવનાર હત્યારા પતિની આખરે પોલ ખુલી ગઇ છે. આરોપીના દીકરાએ હત્યારા બાપની પોલ ખોલી હતી. આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ જામકંડોરણાના જામદાદર ગામના અને સરથાણા વિસ્તારમાં આવેલી નીલમ સોસાયટીમાં વિભાગ-4માં ઘર નંબર-14માં રસિકભાઈ નસિત પત્ની હર્ષાબેન અને સાત વર્ષના દીકરા સાથે રહેતા હતા. હર્ષાબેન હીરાનું કામ કરતા હતા. બંન્ને દંપતી વચ્ચે અવારનવાર કોઈક ને કોઈ વાત ને લઈને ઝઘડો થતો હતો. રસિકભાઈ છેલ્લા આઠ મહિનાથી ભગંદરની બીમારીથી પીડાતા હતા. તેમની સારવાર નડિયાદની એક હોસ્પિટલમાં ચાલતી હતી. ભગંદરના કારણે તેઓ તેમની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધી શકતા ન હતા. જે વાતને લઈ પત્ની શંકા કરતી હતી કે, તેમના પરસ્ત્રી સાથે સબંધ હોઈ જેને કારણે તેઓ તેણી સાથે શારીરિક સંબંધ નથી માણતા. 

આજ વાતને લઈ બંને વચ્ચે સતત બોલાચાલી થતી હતી. જેમાં ઉશ્કેરાટમાં આવી જઈને રસિક ભાઈએ પત્ની હર્ષાબેનની ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. આ ઘટનાને શરૂઆતમાં નસિતે પોલીસ સામે આત્મહત્યામાં ખપાવી નાંખી હતી. જોકે મૃતક હર્ષાનાં ગળા પર નખના નિશાન દેખાતા પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે રસિકના આઠ વર્ષના દીકરાની પૂછપરછ કરી હતી. ત્યારે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. દીકરાએ પોલીસ જણાવ્યું હતું કે તેની નજર સામે જ તેની માતાની હત્યા કરવામાં આવી હતી. બાળકની વાત સાંભળતા જ  પોલીસે પતિ રસિકની અટકાયત કરી લીધી છે અને હત્યાના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે.

સમગ્ર કિસ્સા મામલે સુરત એસીપી એમપી પરમારે જણાવ્યું કે, રસિકનો આઠ વર્ષનો દીકરો ઉડાન સ્કૂલમાં ધોરણ-1માં આ બાળક અભ્યાસ કરી રહ્યો છે. પિતાએ તેની માતાની હત્યા કરી છે. જેથી માતા ગુમાવવાની સાથે પિતાની અટકાયતથી દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર