અમદાવાદ: ચારિત્ર્ય પર શંકા જતા પતિએ જ કરી પત્નીની હત્યા

અમદાવાદ શહેરમાં નારોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પતિ મોહમ્મદ શેખને પત્ની શબાના બાનુના ચારિત્ર્ય પર શંકા હતી જેથી તેણે બોથડ પદાર્થ પત્નીના માઠા પર મારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાને લઇ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં નારોલ વિસ્તારમાં રહેતા મોહમ્મદ શેખની શબાના બાનુ ત્રીજી પત્ની હતી. પતિએ આજે સવારે પોતાનાં ઘરમાંજ પત્નીને માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી દીધી છે. પોલીસને જાણ થતાં પતિની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે પત્નીનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે ખસેડવામાં આવ્યો છે.

જ્યારે આ ઘટનાને પગલે મૃતક શબાના બાનુંની બહેન ફરઝાના બાનુંએ જણાવ્યું હતું, મોહમ્મદ શેખ મારી બેનને રોજ મારતો હતો. તે કોઇ જ કામ કરતો ન હતો. મારી બેન કપડા સીવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ પહેલા પણ તેની બે પત્ની હતી. શબાના બાનું તેની ત્રીજી પત્ની હતી. આ પહેલા પણ બે પત્નીઓને પણ તેણે મારી નાંખી છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી