ગાંઘીનગરના નવા મેયર અભિનેત્રી રોમા માણેકના પતિ

જુઓ હવે કેવી દેખાય છે સુપરસ્ટાર અભિનેત્રી

ગુજરાતમાં પાટનગર ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની અને ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલ સિંહ ગોલની વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, હિતેશ મકવાણા ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાના પુત્ર છે અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. પૂનમભાઈ મકવાણાનું અનુસૂચિત સમાજમાં સારુ એવું પ્રભુત્વ છે. મેયર પદની ચૂંટણીમાં હિતેષ મકવાણાને સૌથી વધુ મત મળ્યા 41 મત મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, હિતેષ મકવાણા ગાંધીનગર મનપાના વોર્ડ-8ના કોર્પોરેટર છે. મનપામાં આ વખતે પ્રથમ અઢી વર્ષ અનુસૂચિત જાતિના મેયર માટે અનામત છે.

ઉલ્લેખનીય છે કે, રોમા માણેક ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી છે જેણે ઘણી હિટ ફિલ્મો આપી છે જેમ કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા, કડલાની જોડ, ઉંચી મેડી ઉંચા મોલ, મન સાયબાની મેડીએ, દલડું લાગ્યું સાયબાના દેશમાં, સાથિયા પુરાવો રાજ, પરદેશી મણિયારો જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

આજે તે લગ્ન કરીને અભિનયની દુનિયાથી ઘણી દુર છે. એક સમયે રોમા માણેક અને હિતેન કુમારની જોડીને વખાણવામાં આવતી હતી. રોમાએ નરેશ કનોડિયા સાથે પણ ખુબ હિટ ફિલ્મો આપી છે.

નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે.

 74 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી