સુરત : પરસ્ત્રી સાથે પતિનો સંબંધ, વિરોધ કરતા પત્નીને ફટકારી, મહિલા સામાજિક કાર્યકરે સાન ઠેકાણે લાવી લીધી

લફરાબાજ પતિને સામાજિક કાર્યકર મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડયો

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં પત્નીને ઢોરની જેમ માર મારનાર પતિને સબક શીખવડવામાં આવ્યો છે. પરસ્ત્રી સાથે સબંધ રાખી પત્નીને માર મારનાર પતિની ધુલાઈ કરી હતી. મહિલા આગેવાન દર્શના જાનીએ ઇજાગ્રસ્ત પત્નીની સારવાર કરાવી. એટલું જ નહીં, પતિ પાસે હાથ જોડાવી પત્નીની માફી મંગાવી. હવે પછી પત્નીને નહીં મારે તેની બાહેનધરી લેવામાં આવી.

સુરતમાં પતિને વીડિયો કોલિંગ દ્વારા રંગરેલીયા મનાવતા પકડી પાડનાર પત્નીને ઢોરની જેમ માર માર્યો હતો. આ અંગે સમાજ સેવિકાને જાણ થતાં તેઓ પતિ પાસે પહોંચ્યા હતા અને જાહેરમાં તમાચાં મારી પતિને પાઠ ભણાવ્યાં હતાં. લગ્ન પછી અનેકવાર પત્નીને માર મારી અધમુવી બનાવી દેનાર પતિને છેલ્લી વોર્નિંગ આપી હતી. 

દર્શનાબેને જણાવ્યું હતું કે, વીડિયો કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ સબક આપવો જરૂરી હતો એટલે જ લાફા માર્યા છે. પીડિત પત્ની લોકોના ઘરોમાં જઈને ઘરકામ કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિથી સારી નથી. બે સંતાનોની માતા છે. પતિ વોચમેન છે. દિવાળીમાં પતિ મોબાઈલ પર વીડિયો કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતા હતા. બાળકો અંગે પતિને ટપારતાં પતિનો પીત્તો ગયો હતો અને ઢોર માર માર્યો હતો. આ અંગે દર્શનાબેનને જાણ થતાં તેઓ પીડિતાના ઘરે પહોચ્યા હતા. તેમજ સાચી હકિકત જાણ્યા પછી પતિને સબક શીખવાડ્યો હતો. 

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી