હુયાનના ત્રણ ભાગ પૂરના સકંજામાં, 1.5 લાખ લોકોનું સ્થળાંતર

ચીનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી વરસાદનો કેર યથાવત છે. મળતી માહિતી પ્રમાણે, પૂરને કારણે અત્યાર સુધી 16 લોકોના મોતના સમાચાર છે, તેમજ 3.60 લાખ આ પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે. 1350 મકાન તૂટી પડ્યા છે અને 1 લાખ 50 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત હુયાન શહેરના ત્રણ ભાગ ખરાબ રીતે પૂરના સંકજામાં આવી ગયા છે. હુયાન શહેરમાં 1 લાખથી વધારે લોકો ઘરવિહોણા થયા, જ્યારે 956 મકાન ધરાશાયી પામ્યા છે.

અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ પૂરથી પ્રભાવિત ચીનના દક્ષિણપૂર્વી વિસ્તાર જિયાંગક્સીમાં 3 લાખ 38 હજાર એકર વિસ્તારમાં પાકને મોટાપાયે નુકસાન થયું છે. તેમજ પૂરના કારણે અત્યાર સુધી 540 મિલીયન ડોલરનું નુકસાન થઈ ચુક્યું છે. સ્થાનિક પ્રશાસને અસરગ્રસ્તોની મદદ માટે 700 ફાયર ફાઈટર્સ અને 200થી વધારે પોલીસ અધિકારીઓને તહેનાત કર્યા છે.  હવામાન વિભાગ દ્વારા ૧૧ જુને પૂરથી પ્રભાવિત વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. અહીં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી