હૈદરાબાદ : ભારે વરસાદના કારણે દીવાલ ધસી પડતાં ઘટનાસ્થળે એક માસૂમ સહિત 9 લોકોનાં મોત

બદલાગુડામાં મોહમ્મદિયા હિલ્સમાં સર્જાઇ મોટી દુર્ઘટના, નવ લોકોના મોત

હૈદરાબાદના અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. જેમાં 9 લોકોના મોત બદલાગુડામાં મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાથી થયા છે. બદલાગુડામાં દીવાલ ધસી પડતા 2 મહિનાના બાળક સહિત 9 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના મંગળવારે મોડી રાતે જૂના શહેર ચંદ્રમુત્તા પોલીસ સ્ટેશન હદમાં મોહમ્મદિયા હિલ્સ વિસ્તારમાં ઘટી. એક દીવાલ 10 ઘરો ઉપર તૂટી પડી. 

આ પહેલા હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે રવિવારે પણ એક જૂના ઘરનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ જવાના કારણે બે મહિલાઓનાં મોત થયા હતા અને પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બપોરે લગભગ 12:10 વાગ્યે હુસૈનીઆલમમાં બની હતી, જ્યાં સાત લોકો ઘરમાં હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બે મહિલાઓનાં મોત થયા હતા.

હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારે વરસાદના કારણે બંદલાગુડામાં મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાથી 9 લોકોના મોત થયા છે અને 2 ઘાયલ છે. ઘટના સ્થળે નિરિક્ષણ દરમિયાન મે શાહાબાદમાં ફસાયેલા બસ પ્રવાસીઓને મે લિફ્ટ આપી છે.

નોંધનીય છે કે, બંગાળની ખાડીમાં ઊભા થયેલા નીચા દબાણનું ક્ષેત્ર સોમવારે ભારે દબાણમાં પરિવર્તિત થયું હતું. તેના કારણે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિત આસપાસના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી. તેલંગાણામાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે.

 43 ,  1