કાલે સવારે દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો ખુલાસો કરીશ – નવાબ મલિક

 ‘અંડરવર્લ્ડનો જે ખેલ શરૂ થયો છે તેના પર હું કાલે સવારે 10 વાગે જણાવીશ…’

મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસમાં શરૂ થયેલો રાજકીય જંગ હવે અંડરવર્લ્ડ સાથે નેતાઓના સંબંધના આરોપો પર આવી ગયો છે. સોમવારે દેવેન્દ્ર ફડણવીસ તરફથી નવાબ મલિક પર અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો. હવે નવાબ મલિકનો વારો હતો જવાબ આપવાનો. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે સત્યને રાઈનો પહાડ બનાવીને રજુ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દિવાળી બાદ બોમ્બ ફોડીશ. બોમ્બ તો ફૂટ્યો નહીં પરંતુ હવે કાલે 10 વાગે હું અંડરવર્લ્ડનો હાઈડ્રોજન બોમ્બ ફોડીશ.

નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ ઉપર પણ આરોપ લગાવ્યા. નવાબ મલિકે કહ્યું કે આવતી કાલે સવારે 10 વાગે દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો ખુલાસો કરીશ. નવાબ મલિકે કહ્યું કે મારા ઉપર અત્યાર સુધી આ પ્રકારના આરોપ લાગ્યા નથી. હું આજે કશું કહીશ નહીં. પંરતુ અંડરવર્લ્ડનો જે ખેલ શરૂ  થયો છે તેના પર હું આવતી કાલે સવારે 10 વાગે જણાવીશ. 

દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર સ્પષ્ટતા કરતા નવાબ મલિકે કહ્યું કે જે જમીનનો ઉલ્લેખ થઈ રહ્યો છે ત્યાં તેમનો પરિવાર પહેલેથી ભાડુઆત હતો. ત્યારબાદ તેનો માલિકી હક લેવામાં આવ્યો. નવાબ મલિકે કહ્યું કે જે જમીનનો ઉલ્લેખ કરાયો છે તેના પર  કોઓપરેટિવ સોસાયટી છે. જે 1984માં બની હતી. તે ગોવાવાલા કમ્પાઉન્ડના નામે ઓળખાય છે. ત્યાં અમારું પણ ગોડાઉન છે. જે ત્રણ વર્ષ માટે લીઝ પર હતું. 

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે 1996માં શિવસેના-ભાજપની સરકાર હતી. ત્યારે 9 નવેમ્બરના રોજ જ મે પેટાચૂંટણી જીતી હતી. તે સમયે ઉજવણી પણ ત્યાં થઈ હતી. અમે પહેલેથી ત્યાં ભાડુઆત છીએ. તેમણે કહ્યું કે જમીનની માલિકણે અમારો સંપર્ક કર્યો હતો કે તે લીઝની જમીનનો માલિકી હક અમને આપવા માંગે છે. ત્યારબાદ જેના નામથી પાવર ઓફ અટર્ની હતી, એટલે કે સલીમ પટેલ, તેની પાસેથી જમીન લેવામાં આવી. મલિકે આગળ દાવો કર્યો કે ગોવાવાલા કમ્પાઉન્ડમાં સરદાર વલીખાનનું હજુ પણ ઘર છે. વલી ખાનના પિતા ત્યાં વોચમેનનું કામ કરતા હતા. 300 મીટરના રાઈટ તેમણે પોતાના નામે ચડાવ્યા હતા. જેને નવાબ મલિક પરિવારે પોતાના નામ પર ટ્રાન્સફર કરાવ્યા હતા. 

તેમણે કહ્યું કે જમીનની માલિકણે અમારો સંપર્ક કર્યો હતો કે તે લીઝની જમીનનો માલિકી હક અમને આપવા માંગે છે. ત્યારબાદ જેના નામથી પાવર ઓફ અટર્ની હતી, એટલે કે સલીમ પટેલ, તેની પાસેથી જમીન લેવામાં આવી. મલિકે આગળ દાવો કર્યો કે ગોવાવાલા કમ્પાઉન્ડમાં સરદાર વલીખાનનું હજુ પણ ઘર છે. વલી ખાનના પિતા ત્યાં વોચમેનનું કામ કરતા હતા. 300 મીટરના રાઈટ તેમણે પોતાના નામે ચડાવ્યા હતા. જેને નવાબ મલિક પરિવારે પોતાના નામ પર ટ્રાન્સફર કરાવ્યા હતા. 

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી