હું જ છું ફૂલટાઈમ કોંગ્રેસની ‘બોસ’ : સોનિયા ગાંધી

CWCની બેઠકમાં સોનિયા ગાંધીનું આક્રમક વલણ

દિલ્હી સ્થિત આજે કોંગ્રેસ મુખ્યાલયમાં ઘણાં લાંબા સમય બાદ આજે કોંગ્રસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ. આ બેઠકને લઇને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, કોંગ્રેસમાં સંગઠન ચૂંટણી તેમજ નવા અધ્યક્ષ પદના નામને લઇને પણ જાહેરાત કરાશે. જો કે, આ બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાની જાતને જ ફુલ ટાઇમ પાર્ટી અધ્યક્ષ હોવાનો સંકેત આપી દીધો છે.

કોંગ્રસ પાર્ટીની અંદર છેલ્લા ઘણા સમયથી નેતાઓની અંદરો અંદર જ ભારે ઘમાસાણ ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં 23 નેતાઓનો એક વર્ગ છે જે વારંવાર કોંગ્રેસ હાઇકમાંડ સામે જ સવાલો ઉઠાવી રહ્યા હતા અને પાર્ટીની અંદર અધ્યક્ષ પદ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી હતી. એવામાં આજે CWCની બેઠક મળી હતી જેમા સોનિયા ગાંધીએ નામ લીધા વિના તમામ નેતાઓને કડક સંદેશ પાઠવી દીધો છે.

સોનિયા ગાંધીએ આજે બેઠકમાં કહ્યું કે હું જ પાર્ટીની ઓલટાઈમ અધ્યક્ષ છું. હું પાર્ટીના નેતાઓ સાથે ખુલ્લા મનથી વાત કરું છું અને મારી સાથે મીડિયાના માધ્યમથી વાત કરવાની જરૂર નથી. હું જાણું છું કે હું કાયમી અધ્યક્ષ નથી, કોરોના વાયરસનાં કારણે પાર્ટીમાં ચૂંટણી થઈ શકી નથી. હવે પાર્ટીનાં સંગઠનની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

 31 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી