ટિકિટ કપાઈ કે ટિકિટ નથી આપી શક્યા તેમની હું માફી માગું છું : પાટીલ

પાલિકા અને પંચાયતો માટે ભાજપના ઉમેદવારોનું લિસ્ટ તૈયાર

ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અગાઉ મનપાની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરાયા પછી આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો અંગ તજવીજ હાથ ધરી છે.

પાટીલે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાના ઉમેદવારોની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 60 વર્ષથી વધુ ઉંમર હોય તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેમજ જે વ્યક્તિ ત્રણ વખત ચૂંટાયા હોય, જે પછી અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટાયા હોય તેમને પણ ટિકિટ આપવામાં આવી નથી. એટલું જ નહીં, ભાજપના પદાધિકારીઓના સંબંધીઓને પણ ટિકિટ આપવામાં આવી નથી.

 86 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર