ભાજપનો છું એટલે મને કોઈ ઈડી, વીડી હાથ ના લગાવી શકે….

વિરોધ પક્ષનો આરોપ સાચો, સત્તાધારી પાર્ટીને નથી કરાતી હેરાન

મહારાષ્ટ્રના સાંગલીમાં ભાજપ સાંસદનું એક વિવાદસ્પદ નિવેદન પ્રકાશમાં આવ્યું છે જે બાદ ચારેકોર ટીકા થઈ રહી છે. ભાજપના સાંસદ સંજય પાટિલે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED) મારા પર દરોડા ના પાડી શકે કારણ કે હું સત્તાપક્ષ પાર્ટીનો સાંસદ છે. એટલું જ નહીં કદાચ મારી વાત રેકોર્ડિંગમાં પણ આવી ગઈ તો મને કોઈ વાંધો નથી.

તેમણે કહ્યું કે દેખાડો કરવા માટે આપણે 40 લાખ રૂપિયાની મોંઘી કાર ખરીદવા માટે લોન લેવી પડે છે. આપણે કેટલી લોન લીધી છે, જો તે ઈડી જોઈ લે તો તે હેરાન થઈ જાય. પાટિલે એ પણ કહ્યું કે હું સાચી વાત કરી રહ્યો છું.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અધાડીના નેતૃત્વવાળી સરકાર સતત આરોપી લગાવતી રહી છે કે કેન્દ્ર સરકાર વિપક્ષના નેતાઓની વિરુદ્ધ સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. ગત મહિને કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા હર્ષવર્ધન પાટિલે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું.

હર્ષવર્ધન પાટિલે કહ્યું હતું કે હવે તે આરામથી સુઈ શકે છે કારણ કે હવે કેન્દ્રીય તપાસ એજન્સી તેમની પુછપરછ કરવા આવતી નથી. એક કાર્યક્રમ દરમિયાન હર્ષવર્ધન પાટિલે કહ્યું હતું કે આપણે પણ ભાજપમાં જવુ પડ્યું.(સ્ટેજ પર બેઠેલા એક વ્યક્તિની તરફ ઈશારો કરીને બોલ્યા) તેમણે મને પૂછ્યું કે મેં ભાજપ શાં માટે જોઈન કર્યું. મેં તેમને કહ્યું કે તમારા નેતાને પુછો કે હું ભાજપમાં શાં માટે ગયો. અહીં બધુ સરળ અને આરામદાયક છે. મારી અહીં કોઈ જ પૂછપરછ થત નથી એટલા માટે હું આરામની ઉંધ લઉં છું. પોતાના નિવેદન પર વિવાદ વધવા પર હર્ષવર્ધને કહ્યું હતું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મેં ભાજપ એટલા માટે જોઈન કરી કારણ કે મને કોંગ્રેસમાંથી ટિકિટ મળી નહોતી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી