નક્સલીઓની કેદમાં રહેલા CRPF જવાન થયા આઝાદ..!

નક્સલીઓએ બંધક બનાવેલા જવાન રાકેશ્વર સિંહને મુક્ત કર્યો..

છત્તીસગઢના બીજાપુરમા નક્સલવાદીઓ સાથે ના એન્કાઉન્ટરમાં 22 જવાનો શહીદ થયા હતા. નક્સલવાદીઓ દાવો કરી રહ્યા છે કે સીઆરપીએફ કોબ્રા સ્કવોડના કમાન્ડો રાકેશ્વરસિંહ મનહર તેમના કબજામાં હતા. જો કે આખરે તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

નક્સલી અથડામણ બાદથી ગૂમ થયેલા સીઆરપીએફ જવાન રાકેશ્વરસિંહ મન્હાસની એક તસવીર સામે આવી હતી. સીઆરપીએફ કમાન્ડો રાકેશ્વર સિંહનો ફોટો જારી કરીને નક્સલીઓએ દાવો કર્યો હતો કે, જવાન સુરક્ષિત છે.

આ બધા વચ્ચે છત્તીસગઢના એક સ્થાનિક પત્રકાર ગણેશ મિશ્રાએ પણ જવાન રાકેશ્વર સિંહ મન્હાસ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તે જવાન નક્સલીઓના કબજામાં છે. એએનઆઈ સાથે વાતચીતમાં ગણેશ મિશ્રાએ કહ્યું કે મને નક્સલીઓના બે ફોન આવ્યા છે કે એક જવાન તેમના કબજામાં છે. તેમણે કહ્યું કે જવાનને ગોળી વાગી છે અને તેને મેડિકલ ટ્રિટમેન્ટ  અપાઈ છે. નક્સલીઓએ કહ્યું કે જવાનને 2 દિવસમાં છોડી મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે જવાનનો વીડિયો અને ફોટો જલદી જારી કરવામાં આવશે. 

 124 ,  1