હું કોઈનું ઉધાર રાખવા માંગતો નથી, આ લો તમારા…

અમેરિકાથી 85 વર્ષીય એક વૃદ્ધ પહોંચ્યા હરિયાણા અને આપ્યા આટલા રુપિયા..

અમદાવાદ સહિત દેશભરમાં વિશ્વાસના કારણે દુકાનદારો ગ્રાહકોને ઉધાર વસ્તુઓ આપતા હોય છે અને આ વિશ્વાસ પર ખરા ઉતર્યા છે. હરિયાણાના હિસાર જિલ્લામાં મોતિ બજારમાં સ્થિત દિલ્હી વાલા હલવાઈ પાસે 68 વર્ષે પહેલા લસ્સી લીધી હતી જેના મારે 28 રુપિયા ચૂકવાના બાકી હતા. 68 વર્ષ પછી તેઓ 85 વર્ષની ઉંમરે અમેરિકાથી ભારત આવ્યા અને 28 રૂપિયાના બદલે 10 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.

હરિયાણામાં પ્રથમ નૌસેના બહાદુરી પુરસ્કારથી સન્માનિત થયેલા નૌસેના કોમોડોર બીએસ ઉપ્પલ સેનાનિવૃતિ બાદ પોતાના પુત્ર સાથે અમેરિકા રહેતા હતા. યુએસથી પરત આવ્યા પછી મોતિ બજારમાં સ્થિત દિલ્હી વાલા હલવાઈ પાસે જઈને દુકાનના સ્વામી વિનય બંસલને જણાવ્યું કે, તમારા દાદા શભ્ભૂ દયાલ બંસલને મારે 1954માં 28 રુપિયા આપવાના હતા પરંતુ મારે અચાનક શહેરની બહાર જવું પડ્યું હતું.

ઉપ્પલે કહ્યું, “તમારી દુકાનમાં હું પેડા ઉમેરીને દહીં લસ્સી પીતો હતો, જેના માટે મારે 28 રૂપિયા ચૂકવવા પડતા હતા. હિસારની બે વાતો હંમેશા યાદ રહે છે. એક તમારા દાદાને 28 રૂપિયા આપવાના હતા અને બીજું હું ત્યાં જઈ શકતો ન હતો. 10મું ધોરણ પાસ કર્યા પછી હરજીરામ હિંદુ હાઈસ્કૂલ. તમારી પૈસા ચૂકવવા અને શૈક્ષણિક સંસ્થા જોવા હું ખાસ હિસાર આવ્યો છું.”

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી