‘મૈં જીતા હૂં મરને કે લિએ, મેરા નામ હૈ સિપાહી…’ : ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’નું ટ્રેલર રિલીઝ

આ ફિલ્મ ઓગસ્ટ માસમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન પોતાની આગામી એક્શન ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. તેમાં એક્શન, ફાઇટ સીન્સ અને શાનદાર ડાયલોગની ઝલક જોવા મળી છે.

દેશભક્તિની ભાવનાથી પ્રેરિત આ ફિલ્મની કહાની સ્ક્વાડ્રન લીડર વિજયની આજુબાજુ ફરે છે, જે 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. વિજય અને તેની ટીમે મહિલાઓની સહાયતાથી ભુજમાં નષ્ટ થઈ ગયેલા આઈએએફ એરબેઝનું ઓછા સમયમાં પુનર્નિર્માણ કર્યું હતું. મહત્વનું છે કે આ હુમલામાં એરબેઝ નષ્ટ થઈ ગયું હતું, જેને વિજયે 300 મહિલાઓની મદદથી પુનર્નિમાણ કર્યું હતું. તેને ભારતની પર્લ હોર્બર મોમેન્ટ કહેવામાં આવી છે.

ટ્રેલરમાં અજય દમદાર ડાયલોગ બોલે છે. તે કહે છે, ‘મારા મરવાનો માતમ ન કરવો, મેં ખુદ શહીદી પસંદ કરી છે. હુંમૈં જીતા હૂં મરને કે લિએ, મેરા નામ હૈ સિપાહી.’ આ ટ્રેલરમાં અજય સિવાય ફિલ્મના મુખ્ય કલાકાર સંજય દત્ત, નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હાની ઝલક દેખાડવામાં આવી છે.

નોંધનીય છે કે, ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા આગામી 13 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટાર પર રિલીઝ થશે. આ અગાઉ ફિલ્મ 14 ઓગસ્ટ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના પગલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 22 ,  1