હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ – નીતિન પટેલ

‘મેં  કોઈ દિવસ સત્તા માટે વલખા નથી માર્યા…’

ગુજરાતને નવી સરકાર મળી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાની નવી ટીમ સાથે તૈયાર છે. આજે કુલ 10 કેબિનેટ સહિત 24 મંત્રીઓએ શપથ લીધા છે. શપથવિધિ પહેલા નીતિન પટેલને લઇ અનેક અટકળો ચાલતી હતી. જો કે શપથવિધિમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું, હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ. તેમણે જણાવ્યું હતું કે, હું 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય છું. લોકો હોદ્દાને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે. મેં નિષ્ઠા પૂર્વક કામગીરી કરી છે. હું 20 વર્ષ મંત્રી રહ્યો, વિધાનસભામાં પણ સક્રિય રહ્યો. 

તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાતી લડીશ. આત્મારામ પટેલ માટે મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી. મેં  કોઈ દિવસ સત્તા માટે વલખા નથી માર્યા, ખુશામત નથી કરી. ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનાવાની તક મળી. મેં 10 મહત્વાના વિભાગો સંભાળ્યા. હું ક્યારે સત્તાના પાછળ ફર્યો નથી. 

નોંધનિય છે કે, સતત ત્રીજીવાર મુખ્યમંત્રીપદના સૌથી સક્ષમ દાવેદાર તરીકે તેમનું નામ આવ્યું અને ત્રણેય વખત તેમને મન મનાવવું પડ્યું છે. હવે તેમની રાજકીય કારકિર્દી સામે સૌથી મોટું જોખમ છે. આમ તો તેમને ભાજપનું મોવડીમંડળ કોઇ જવાબદારી સોંપે એવી ચર્ચા હતી, પરંતુ તેમને હવે એ શક્યતા જણાતી નથી

 84 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી