બસપા સુપ્રીમો માયાવતીની જાહેરાત, કહ્યું- ‘નહી લડે લોકસભા ચૂંટણી’

બસપા સુપ્રિમો માયાવતીએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. લખનઉમાં એક પત્રકાર પરિષદ દરમ્યાન માયાવતી એ કહ્યું કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે નહીં. લખનઉમાં એક પત્રકાર પરિષદ દરમ્યાન માયાવતી એ કહ્યું કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે નહીં.

વધુમાં બસપા સુપ્રીમો એ કહ્યું કે હું જ્યારે ઇચ્છું ત્યારે લોકસભાની ચૂંટણી જીતી શકું છું. અમારું ગઠબંધન શ્રેષ્ઠ સ્થિતિમાં છે. હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં. આની પહેલાં માયાવતી નગીના સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી. પરંતુ માયાવતીએ અચાનક ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેતા ફરી રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આપને જણાવી દઇએ કે યુપીની 80 લોકસભા સીટો પર સપા-બસપા અને આરએલડી ગઠબંધનની અંતર્ગત ચૂંટણી લડી રહ્યા છે. બસપા 38, સપા 37, અને આલએલડી 3 સીટો પર મેદાનમાં ઉતરશે. જ્યારે બે સીટો અમેઠી અને રાયબરેલીને ગઠબંધન માટે કોંગ્રેસ માટે છોડી છે.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી