એરફોર્સના લાપતા વિમાનમાં સવાર બધા જ માર્યા ગયા

વાયુસેનાની ટીમ ગુમ થયેલ વિમાનની તપાસ કરી રહ્યુ છે. વાયુસેનાએ ૧૩ જુને કહ્યું છે કે, ટીમને દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવીત હોવાના પુરાવા મળ્યા નથી. વિમાનમાં 13 જવાન હતા. તે દરેકના પરિવારને માહિતી આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન એરફોર્સનું એક વિમાન અરુણાચલ પ્રદેશમાંથી લાપતા હોવાની માહિતી મળી હતી.  ૩ જુનના રોજ ટેક ઓફના થોડા સમય બાદ જ  તેનો એરબેઝ સાથે  સંપર્ક તૂટી ગયો હતો. વિમાને અસમનાં જોરહાટથી ટેકઓફ કર્યું હતું. વિમાનમાં કુલ 13 વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા જેમાં 8 ક્રૂ મેમ્બર અને 5 પ્રવાસીઓ હતા. એરક્રાફ્ટ N-32એ જોરહાટ એરબેઝથી બપોરે 12:25 વાગ્યે ટેકઓફ કર્યું હતું તેમજ એરબેઝ સાથે 1 વાગ્યે છેલ્લો સંપર્ક થયો હતો. ઇન્ડિયન એરફોર્સે વિમાન શોધવા માટે સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું.

વાયુ સેનાએ સર્ચ ઓપરેશન દરમિયાન ૧૧ જુને ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ અરુણાચલના સિયાંગ જિલ્લાના જંગલમાંથી મળ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારપછી ૧૨ જુને બે હેલિકોપ્ટર દ્વારા 15 જવાન અને પર્વતારોહીની ટીમને દુર્ઘટના સ્થળ પર ઉતારવામાં આવી હતી. ટીમે 12 હજાર ફૂટની ઉંચાઈ પરથી જંગલમાં પડેલા કાટમાળ અને તેમાં મુસાફરી કરેલા લોકોની તપાસ કરી હતી. પરંતુ ટીમને દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવીત હોવાના પુરાવા મળ્યા નથી.

 13 ,  1