September 18, 2021
September 18, 2021

INDvsAUS: રોહિતે ક્રિકેટનાં ‘ભગવાન’નો કમાલનો રેકૉર્ડ કર્યો ધરાશાયી

ICC Cricket World Cup 2019માં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચને વર્લ્ડ કપમાં સૌથી મોટા મુકાબલામાંથી એક માનવામાં આવે છે. બંને ટીમો આ વખતે ટાઇટલ માટે પ્રબળ દાવેદાર છે.

વર્લ્ડ કપ 2019ની 14મી મેચમાં ભારતીય ટીમનાં ઑપનર રોહિત શર્માએ કાંગારૂ ટીમ સામે એક કમાલનો રેકૉર્ડ બનાવી દીધો છે.

રોહિત પહેલા વન ડેમાં ઑસ્ટ્રેલિયા સામે આ કમાલ ભારતીય ટીમનાં પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર કરી ચુક્યા છે. રોહિતે સચિનને પાછળ છોડી દીધા છે અને આ મામલે ટૉપ પર આવી ગયો છે.

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડી બન્યો. રોહિતે 37 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા. સચિને 44 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

 19 ,  1