INDvsPAK: સટ્ટા બજાર ગરમ, સોશિયલ મીડિયામાં જંગ, મેચ રદ થશે તો કરોડનું નુકસાન

આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે (રવિવારે) મેનચેસ્ટરમાં રમાશે અને પોલીસના અનુમાન અનુસાર આ મેચને લઇને દિલ્હી એનસીઆરમાં સટ્ટા બજાર 100 કરોડ રૂપિયાને ક્રોસ કરી ગયું છે.

બીજી બાજુ ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનું વાતાવરણ મેદાન અને ટીવી જાહેરાતોથી લઈને સોશિયલ મીડિયા સુધી છે. હેશટેગ એનાલિટિક્સ રાઈટ ટેગ મુજબ મેચના એક દિવસ પહેલાં શનિવારે ટ્વિટર પર દર મિનિટે લગભગ 12 નવી ટ્વિટ પોસ્ટ કરાઈ રહી હતી. એટલે કે દર ક્લાકે અંદાજે 720 નવી ટ્વિટ્સ.

પોલીસ નાયબ કમિશનર મધુર વર્માએ કહ્યું, રવિવારે ભારત પાકિસ્તાનની વચ્ચે રમાઇ રહેલી મેચને લઇને દરેક પ્રકારે અમારી સટોડિયાઓ પર નજર છે. અમે ફાઇવ સ્ટાર હોટલો, ગેસ્ટ હાઉસ, ખાસ કરીને કરોલા બાગ અને જૂની દિલ્હીના વિસ્તારો પર નજર રાખી છે કેમ કે આ વિસ્તારો મોટા સટોડિયાઓની નજરમાં રહે છે.

મેચમાં વરસાદની આશંકાને જોતા લોકો ગૂગલ પર માન્ચેસ્ટરના મોસમનો રિપોર્ટ સર્ચ કરી રહ્યા છે. ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ દુનિયામાં છેલ્લા એક સપ્તાહમાં આ સર્ચ 10 ગણી વધી છે. આ સર્ચ ભારતથી વધુ પાકિસ્તાનમાં થઈ રહી છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

1- વિરાટ કોહલી (કેપ્ટન)
2- રોહિત શર્મા (વાઇસ કેપ્ટન)
3- કેએલ રાહુલ
4- એમએસ ધોની
5- હાર્દિક પંડ્યા
6- રવિન્દ્ર જાડેજા
7- ભુવનેશ્વર કુમાર
8- જસપ્રીત બુમરાહ
9- મોહમ્મદ શમી
10 – યુજવેન્દ્ર ચહલ
11 – કેદાર જાધવ

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર