બાંગ્લાદેશ હિંસા : દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ કરનાર ત્રણ આરોપીઓની થઇ ઓળખ

મૂર્તિઓ વચ્ચે કુરાન મૂકીને હિન્દુઓ પર હુમલો કરવાનું ષડયંત્ર

બાંગ્લાદેશમાં દુર્ગાપૂજાપંડાલમાં મૂર્તિઓ વચ્ચે કુરાન મૂકીને હિન્દુઓ પર હુમલો કરવાનું ષડયંત્ર હવે સામે આવ્યું છે. બાંગ્લાદેશ પોલીસે કોમિલ્લા શહેરમાં પંડાલની આસપાસ લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી કુરાન મૂકનાર વ્યક્તિને શોધી કાઢ્યો છે. તેની ઓળખ શહેરના સુજાનનગર વિસ્તારના 35 વર્ષિય ઈકબાલ હુસૈન તરીકે થઈ છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર હુસૈનને સહકાર આપનારા બે સાથીઓની પણ ઓળખ થઈ ગઈ છે. તેમના નામ ફયાઝ અને ઇકરામ હુસૈન છે. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે કુલ 41 શંકાસ્પદ લોકોને તેમની કસ્ટડીમાં લીધા છે. તેમાંથી ચાર, જેમાં ફયાઝ અને ઇકરામનો સમાવેશ થાય છે જેઓ હુસૈનના સહયોગી તરીકે ઓળખાયા છે. બાંગ્લાદેશી PM શેખ હસીનાએ સમગ્ર ષડયંત્રને બહાર પાડીને અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કોમિલ્લા શહેરથી 13 ઓક્ટોબરથી શરૂ થયેલા હિન્દુઓ સામેના હુમલાઓ 17 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશમાં ચાલુ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન મોટા પાયે હિંસા થઈ હતી. દુર્ગા પંડાલો તોડી પાડવામાં આવ્યા હતા. હિન્દુઓના ઘરો બળીને ખાખ કરવામાં આવ્યાં હતાં. હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. હિંસા હજી પણ સંપૂર્ણપણે અટકી નથી.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી