અમદાવાદ : પોલીસની ઓળખ આપી અમરાઇવાડીના યુવકને ધમકાવ્યો, પાંચ હજાર પડાવી લીધા

ખોટી પોલીસની ઓળખ આપી યુવકને લૂંટ્યો, બાપુનગર પોલીસે હાથ ધરી તપાસ

અમરાઈવાડીમાં રહેતો યુવક પત્ની સાથે મટન લઈ ઘરે જતો હતો ત્યારે ખોટી પોલીસની ઓળખ આપનાર શખ્સ તેમની પાસે આવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.5 હજારની લુંટ કરી ફારર થઈ ગયો. આ અંગે બાપુનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અમરાઈવાડીમાં રહેતા અને મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઈ વાઘેલા બુધવારે તેમની પત્ની સાથે એક્ટિવા લઈ મચ્છી માર્કેટથી મટન લઈ ઘરે પર ફરતા હતા. ત્યારે તેમની પાછળથી એક બાઈક ચાલક આવીને પોલીસની ખોટી ઓળખ આપી એક્ટિવા ઉભી રખાવી હતી. ત્યારબાદ પ્રવિણભાઈને મટનની થેલી ખોલાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપવા લાગ્યો હતો. પ્રવિણભાઈ ગભરાઈ ગયા અને પોલીસની ઓળખ આપનારની માફી માંગવા લાગ્યા હતા.

દરમિયાન પોલીસની ખોટી ઓળખ આપનાર શખ્સે પ્રવિણભાઈ પાસે ખર્ચા પાણીના રૂ.1 હજાર રોકડા અને બેંકના એટીએમમાંથી રૂ.4 હજાર બળજબરી પૂર્વક એમ કુલ રૂ.5 હજાર લઈને ફરાર થઈ ગયો હતો. જો કે પ્રવિણભાઈ ઘરે ગયા ત્યારે પોલીસની ઓળખ આપનાર શખ્સ ફ્રોડ હોવાનું જાણતા તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

પોલીસની ખોટી ઓળખ આનારે પ્રવિણભાઈ અને તેમની પત્નીને ઉભા રાખી મટન લઈ જાવ છે, જે ગેરકાયદેસરછે.જેથી તમારા બંન્ને પર કાયદેસરની કાર્યવાહી કરવી પડશે, જેમાં તમને બન્નેને છ-છ મહિનાની સજા થશે, તેમ કહીને ગભરાઈ દીધા હતા.

 50 ,  1