યુરોપના 27 દેશો ભારતની પડખે હોય તો..? યસ, એવુ બનવાનું છે…!

તા. 8,મે-સ્થળ પોર્ટુ, દેશો 27 અને સંબોધન કરશે કોણ…?

મોદી એ દિવસે  સંબોધન કરશે ત્યારે ભારત કા સર ગર્વ સે ઉંચા હો જાયેગા…

યુરોપના કેટલાક દેશોએ ચીનને આપ્યો જાકારો- ભારતને કહ્યું-મોસ્ટ વેલકમ…!!

આજે દુનિયા મિસાઇલથી નહીં પણ મમાઇન્ડથી જીતાય છે..!

આ વળી કેવું- ભારત આઝાદ થયાં પછીના 14 વર્ષ સુધી વિદેશીઓએ ગોવામાં રાજ કર્યું…?!

19 ડિસે. છે દીવ-દમણ અને ગોવાનો મુક્તિ દિવસ…

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

યુરોપમાં 44 દેશો છે જે સાર્વભૌમત્વ ધરાવે છે, સ્વતંત્ર છે. કોઇનું આધિપત્ય નથી. યુરોપના એ 44 દેશોમાંથી અડધા કરતાં વધારે એટલે કે 27 દેશોના વડા સાથે આપણાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મળે તો….? અથવા એ 27 દેશોના વડાઓ ભારતના વડાપ્રધાનને મળવા આતુર હોય તો..?.મોજા હી મોજા….થાય કે ના થાય…?

કમ સપ્ટેમ્બર…ની જેમ કમ મે.. અને  પોર્ટુગલની રાજધાની પોર્ટોમાં આયોજિત ઇન્ડિયા-ઇયુના સમિટમાં જ્યારે ભારતના વડાપ્રધાનની એન્ટ્રી અને  27 દેશોને સંબોધન એ ભારત માટે એક યાદગાર ક્ષણ બની રહેશે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. પરંતુ રસી આવ્યાં બાદ કંઇક હળવાશ છે દુનિયા આખીમાં અને રસીકરણની પ્રક્રિયા પણ ભારત સહિત વિશ્વના દેશોમાં ચાલી રહી છે. વર્તમાન હળવાશ માર્ચ-એપ્રિલ આવતા આવતા  હજુ થશે એમ માનીને પોર્ટોમાં ભારત-યુરોપિયન સંઘ(ઇયુ)ની શિખર પરિષદ યોજવામાં આવી છે. શિખર પરિષદ ભલે પોર્ટોમાં પણ તેની આગેવાની ભારતની અને મોદીની.

જ્યાં કુદરતે છૂટા હાથે  પોતાની વિવિધતા  ફેલાવેલી છે એ યુરોપના દેશો વિશ્વ પ્રવાસન માટે હોટ સ્પોટ છે. એ દેશોના પ્રવાસ માટે દુનિયાભરમાંથી  પ્રવાસીઓ આવતા હોય છે. એવા સોહામણાં યુરોપમાં 44 દેશો છે જેમાં મુખ્યત્વે રશિયા, જર્મની, ફ્રાન્સ, યુકે, નેધરલેન્ડ,  બેલ્જિયમ, ઇટાલી, સ્પેઇન, યુક્રેઇન, પોલેન્ડ, રોમાનિયા, ગ્રીસ પોર્ટુગલ, સ્વીડન વગેરેની સાથે છેલ્લાં  44મા દેશનું નામ છે હોલી સી.

યુરોપિયન સંઘના 44 દેશોમાંથી 27 દેશોના વડાપ્રધાનો ભારત અને ભારતના વડાપ્રધાનને ઉમળકાભેર આવકાર આપે અને ભારત પાસેથી કોરોનાની રસી માંગે તેનાથી વધુ માનપાન બજુ શુ હોઇ શકે…!! મોદીના નેત-ત્વમાં આ એ જ ભારત છે કે  કોરોના લોકડાઉનમાં 130 દેશોમાં દવાનો જરૂરી જથ્થો પહોંચાડીને કેટલાય લોકોના આશિર્વાદ મેળવ્યાં છે. કિસાન આંદોલનને ટેકો આપનાર કેનેડાએ પણ ભારત પાસેથી કોરોના સામે રક્ષણ આપતી રસીની માંગ કરી ત્યારે ભારતે અને મોદીએ ઉદાર અને વિશળ દિલ રાખીને જથ્થો આપ્યો. કેમ કે ભારતનું મૂલમંત્ર વસુધૈવ કુટુમ્બકમ છે.સારા જહાં એક પરિવાર…એક આશિયાના…તરીકે માને છે. ભારત પાસેથી ડોલરિયા દેશ અમેરિકાએ 15 લાખ કરોડની લોન લીધી એ જ બતાવે છે કે હમ કીસી સે કમ નહીં…!!

8 મેના રોજ પોર્ટુગલની રાજધાની પોર્ટોમાં યોજાનીરી ભારત-ઇયુ સમિટમાં વેપાર, કલાઇમેટ ચેનજ, મુક્ત વ્યાપારની તકો, રક્ષણવાદી નિતિ સામે વિરોધ, હરિયાળી ક્રાંતિ, સામાજિક સંક્રાતિ જેવા વિષયો પર ખુલ્લા મને ચર્ચા થએ અને આગેવાની લેશે ભારત..વિશ્વ ગુરૂ બનને કો ઓર ક્યા ચાહિયે…!!

યુરોપના દેશોમાં જોઇએ તો રશિયા ભારત કા પુરાના દોસ્તાર છે. જર્મનીને જવા દો. ફ્રાન્સ સાથે સારા સંબંધ છે અને ભારતે હમણાં જ ફ્રાન્સ પાસેથી રાફેલ લડાકૂ વિમાનો ખરીદ્યા છે. બેલ્જિયમ હીરાના વેપાર માટે જગવિખ્યાત અને હીરા પૂરા પાડે છે ભારત. પોલેન્ડનો ગુજરાત સાથે પુરાણો નાતો છે. વિશ્વ યુધ્ધ વખતે ભારતે અને તેમાં પણ ગુજરાતમાં જામસાહેબના રાજ્યમાં પોલેન્ડના  કેટલાક બાળકોને આશ્રય આપીને જેમના જીવ બચાવવામાં આવ્યાં હતા. પોલેન્ડ ગુજરાતનું એ ઋણ આજે પણ યાદ કરે છે. ઇટાલીને જવા દો. પોર્ટુગલની વાત કરીએ તો  ભારતચમાં અંગ્રેજો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વાવટો આવ્યો તે પહેલાથી જ પોર્ટુગલના પોર્ટુગીઝ દ્વારા દીવ. દમણ, ગોવા સહિતના કેટલાક પ્રદેશો પર તેમનો વાવટો ફરકતો હતો…!

જોહર મેહમૂદ ઇન ગોવા નામની જુની ફિલ્મ જોઇએ તો તેમાં ગોવાને આઝાદ કરાવવાની વાત દર્શાવવામાં આવી છે. ભારતને આઝાદી મળી 15, ઓગસ્ટ 1947. પરંતુ તે પછી પણ દિવ-દમણ-ગોવા પર પોર્ટુગીઝોનું શાસન હતુ. 1947થી 1961 સુધી ગોવા પર પોર્ટુગલનું શાસન હતું અને પોર્ટુગીઝો ના માન્યા ત્યારે ભારતની સેનાએ ઓપરેશન વિજય હાથ ધરીને ગોવાને આઝાદ કરાવવા પોર્ટુગલની સેના સામે ભારતની ધરતી પર  લડાઇ લડવી પડી. જેમાં પોર્ટુગલના 30 જવાનો માર્યા ગયા અને ભારતના  22 જવાનો શહીદ થયા હતા. ભારતને આઝાદ તયાના 14 વર્ષ બાજ 19 ડિસેમ્બર, 1961માં ગોવાની સાથે દીવ અને દમણ આઝાદ થયું અને આ સંઘ પ્રદેશો દર વર્ષે 19 ડિસેમ્બરના રોજ મુક્તિ દિવસની સત્તાવાર ઉજવણી કરે છે. પોર્ટુગલની મહાનતા છે કે તેમના શાસન હેઠળના નાગરિકોને પોર્ટુગલના નાગરિકો માને છે અને તેમને વીઝા વગર મુલાકાત લેવાની મંજૂરી આપે છે.

ભલે પોર્ટુગલે ભારતની આઝાદી પછી પણ 14 વર્ષ ભારતના કેટલાક પ્રદેશો પર રાજ કર્યુ તેમ છતાં ભારત સાથેના તેમના રાજદ્વારી અને વ્યાપારિક સંબંધો સારા રહ્યાં છે. તેના કારણે જ પોર્ટુગલના વર્તમાન વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ ભારત-યુરોપિયન સંઘની શિખર પરિષદ માટે પોતે યજમાન બનવાનું જાહેર કર્યું છે. 8 મેના રોજ  રાજધાની પોર્ટુમાં યુરોપના 27 દેશોના વડાપ્રધાનો ભારતના વડાપ્રધાન મોદીને મળશે ત્યારે ભારત સર ગર્વ સે ઉંચા હો જાયેગા..!!

આ શિખર પરિષદ ભારત માટે મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કેમ કે આ અગાઉ ચીને બેઠક બોલાવી ત્યારે તેમાં બલ્ગેરિયા, રોમાનિયા સહિત 6 દેશોએ હાજર રહેવાનું પસંદ કર્યું નહોતુ. અને હવે એ 6 દેશો સહિત 27 દેશો ભારતના આમંત્રણને માન આપીને ભારતને સાથ આપવા તૈયાર રહેશે. આજના સમયમાં સામસામે બંદૂકો કે તોપમારો છોડીને યુધ્ધ જિતાતુ નથી. તમારી સાથે કેટલા મિત્ર દેશો છે અને કેવી લશ્કરી સહિતની તાકાત છે તેના પર આધાર રાખે છે. 15 જૂનની ગલવાન ઘટના બાદ ચીને ભારત સામે મોર્તાબંધી કરી અને ભારત પર ગમે ત્યારે હુમલો કરે તેમ હતું. પરંતુ સરકારે ચીન પર એવુ દબાણ લાવ્યું કે ચીનને પીછેહઠ કરવી પડી છે. ચીનને એ પણ સ્વીકારવુ પડ્યું કે હાં, ગલવાન ઘટનામાં ચીનના પણ સૈનિકો માર્યા ગયા હતા. ચીનની આ કબૂલાત જ ભારતની માનસિક જીત છે. ચીન પાસેથી આવા સંવેદનશીલ મામલે કબૂલાત કરાવવી એટલે અશક્ય ગણાતું કામ ભારતે શક્ય કરાવી બતાવ્યું છે…!!

ભારત યુરોપના 27 દેશો સાથેના સંબંધોમાં બુધ્ધ.. નહીં કે યુધ્ધનો સંદેશો પણ આપશે.ભારતને સ્વાવલંબી બનાવવા માટે યુરોપના દેશોમાં ભારતનો માલ વેચાય તો ભારતમાં  ઉત્પાદન વધશે, જીડીપી વધશે અને 27 દેશો ભારતની પડખે ઉભા હોય તો….? પાકિસ્તાન  અને ચીનને, સોશ્યલ મિડિયામાં પ્રચલિત શબ્દપ્રયોગ કે એવી વળતરાં થાહે કે  બર્નોલની જરૂર પડશે….! અને ગોવિંદાના બંબઇયા અંદાજમાં કહીએ તો-તુઝે મિર્ચી લગી તો મૈં ક્યા કરૂ…!!

-દિનેશ રાજપૂત

 27 ,  1