યુપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો છોકરીઓને મળશે સ્કૂટી અને સ્માર્ટફોન

ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીની મોટી જાહેરાત

UP ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીએ વધુ એક મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ 40 ટકા મહિલાઓને ટીકિટ આપવાની જાહેરાત બાદ હવે છોકરીઓને સ્કૂટી અને સ્માર્ટફોન મળશે.

ઉત્તર પ્રદેશમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી, આ પહેલા તમામ રાજકીય પક્ષોએ સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે કોંગ્રેસે રાજ્યમાં યોજાનારી ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે.

કોંગ્રેસના મહામંત્રી અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી છે કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો સરકાર મહિલાઓને સ્કૂટી અને સ્માર્ટફોન આપશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત કર્યા બાદ આજે ફરી એક મોટી જાહેરાત કરી છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી