અધિકારી કે કર્મચારી લાંચ માંગે તો રેકોર્ડ કરો ને મને મોકલો.. : મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

લાંચિયા અધિકારી સામે સરકારની લાલ આંખ

ગુજરાતમાં ભાજપ ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મુદ્દે સત્તામાં આવી હતી અને છેલ્લા 20 વર્ષોથી વઘુ ભાજપ શાસન છે તેમ છતાં ભ્રષ્ટચાર ફૂલ્યોફાલ્યો છે! હવે રાજ્ય સરકારના નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરી છે. મહેસૂલ મંત્રીએ લાંચિયા અધિકારી-કર્મચારીઓને લઇને જનતાને અપીલ કરી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, કોઇ અધિકારી-કર્મચારી પૈસા માગે તો રેકોર્ડ કરી લો..રેકોર્ડિંગ મને મોકલજો તાત્કાલિક પગલાં લેવાશે.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ACB લાંચિયા અધિકારીઑ પર સકંજો કશી રહી છે. અનેક નાના મોટા સરકારી અધિકારીઑ લાંચ લેતા પકડાયા છે. ત્યારે જનતાને વધુ જાગૃત કરવા અને અધિકારીઑને એક કડક મેસેજ આપવા કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સામાન્ય લોકોને મીડિયા થકી આ વિનંતી કરી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ની તાબડતોડ કાર્યવાહી જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં અનેક નાના મોટા લાંચિયા અધિકારીને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે જેમાં અમુક અધિકારી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે. અને આવા મોટા અધિકારીઓ ઝડપાઈ જાય તેવું ગુજરાતમાં બહુ ઓછું બન્યું છે. જ્યારથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર અને નવું મંત્રીમંડળ આવ્યુ છે ત્યારથી જ સરકાર ખુબ એક્શનમાં જોવા મળી રહી છે. તમામ મોર્ચે સરકાર હાલ લડાયક મુડમાં છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી