જો આજે બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો…

સમીર વાનખેડેની પત્નીએ CM ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર

ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે શાબ્દિક યુદ્ધ જારી છે. ત્યારે હવે સમીર વાનખેડેની પત્ની અને અભિનેત્રી ક્રાંતિ રેડકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં ક્રાંતિ જણાવ્યું કે શિવસેનાના રાજ્યમાં એક મહિલાની ગરીમાની સાથે રમત રમાઈ રહી છે, મજાક ઉડાવી રહ્યા છે. આજે બાળાસાહેબ ઠાકરે હોતતો તેમને આ મંજૂર ના હોત. એટલું જ નહીં ક્રાંતિએ આ મુદ્દે પર મુખ્યમંત્રીને મળવા માટે સમય પણ માંગ્યો છે જોકે, CMO તરફથી હાલ સમય મળ્યો નથી.

સમીર વાનખેડેની પત્ની ક્રાંતિએ પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, માનનીય ઉદ્ધવજી બાળપણથી મરાઠી માણસના ન્યાય હક માટે લડનારી શિવસેનાને જોઈને હું એક મરાઠી યુવતી મોટી થઈ છું. બાલા સાહેબ ઠાકરે અને છત્રપતિ શિવાજી પાસેથી શીખી કે કોઈના પર અન્યાય ન કરો અને પોતાના પર અન્યાય સહન ન કરો. તેને અનુસંધાને આજે હું એકલી જ મારા અંગત જીવન પર હુમલો કરનારા લોકો સામે મજબૂતીથી ઉભી છું અને લડી રહી છું.

વધુમાં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ઉપસ્થિત લોકો ફક્ત મજા જોઈ રહ્યા છે. હું એક કલાકાર છું, રાજકારણ મને સમજાતું નથી અને મારે તેમાં પડવું પણ નથી, આપણો કોઈ જ સંબંધ ન હોવા છતાં દરરોજ સવારે મારી ઈજ્જત ઉતારવામાં આવે છે. શિવસેનાના રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છે. મજાક થઈ રહી છે. આજે બાલા સાહેબ હોત તો નિશ્ચિતપણે તેમને આ મંજૂર ન હોત.

ક્રાંતિએ લખ્યું હતું કે, એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા એ કેટલા નીચલા સ્તરનું રાજકારણ છે. તે તેમના વિચારો દ્વારા દરરોજ આપણા સુધી પહોંચી રહ્યું છે. આજે તેઓ નથી પરંતુ તમે છો. અમે તમારામાં તેમનો પડછાયો જોઈએ છીએ. તમે અમારૂં નેતૃત્વ કરી રહ્યા છો અને મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમે કદી મારા પર અને મારા પરિવાર પર અન્યાય નહીં થવા દો. આ સંપૂર્ણ વિશ્વાસ હોવાના કારણે એક મરાઠી વ્યક્તિ હોવાના નાતે આજે તમારા સામે અપેક્ષા સાથે જોઈ રહી છું. તમને વિનંતી છે કે, આવીને ન્યાય કરો.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી