2024માં ભાજપ જીતશે તો ‘દેશ નહીં બચે’ – જીગ્નેશ મેવાણી

દેશમાં ભાજપને નહીં રોકીએ તો ખૂબ મોટી આફત આવશે – જીગ્નેશ મેવાણી

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર,ઠાકોર,દલિત તેમની ત્રિકોણીય રાજનીતિક ધુરી બની ગઈ હતી. આને લીધે ગુજરાતમાં યુવા રાજનૈતિક નેતાઓ જેવા કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી લોકોનો રાજનીતિક ઉદય થયો. આમાંથી હાર્દિક અને અલ્પેશ પાસે તેમના સમાજના અનેક લોકો સહકાર માટે ઉભા છે પણ આ ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ દલિત લોકોની એક અલગ વોટબેન્ક સ્થાપિત કરીને નવી ઓળખ ઉભી કરી છે.

એ જ ઓળખાણને કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વડગામ સીટથી વિધાયક પણ બને છે અને હવે ઔપચારિક રૂપે તે કોંગ્રેસ સાથે જોડાવવા માટે તૈયાર છે.

વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આગામી ચૂંટણીઓમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. તેમણે આક્ષેપ કર્યો છે કે હાલમાં દેશના બંધારણ અને લોકતંત્ર પર મોટો ખતરો છે. જો 2022 માં રાજ્યમાં અને 2024 માં દેશમાં ભાજપને નહીં રોકીએ તો ખૂબ મોટી આફત આવશે. આવા આક્ષેપો કરતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે જો ભાજપને નહીં રોકવામાં આવે તો દેશ નહીં બચે, બંધારણ નહીં બચે અને લોકતંત્ર નહીં બચે.

મેવાણીએ કહ્યું કે ગઈકાલ સુધી રાજ્યમાં જે પ્રધાનો હતા તે આજે એટલા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચારતા કારણ કે તેમને ડર છે કે તેમના ઘરે ઈડી અને આઈટીની ટીમ ન આવે. આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ સાથે જોડાવા પર કહ્યું કે- તેઓ એ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. જે આઝાદી સમયથી લોકો માટે લડતી આવી છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પર પણ મેવાણીએ નિવેદન આપ્યું હતું. GMC ની ચૂંટણીના રીઝલ્ટને લઈને મેવાણીએ કહ્યું કે – ચૂંટણીમાં હાર-જીત તો ચાલ્યા રાખે. પણ આગામી દિવસોમાં વિવિધ મુદ્દાઓ પર કામ કરવાનું છે. સાથે જ તેમણે ગામે ગામ જઈને લોકોને કૉંગ્રેસમાં જોડવાની પણ વાત કરી છે.

 90 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી