અમદાવાદમાં હોળી રમતાં પકડાયા તો થશે કાર્યવાહી, પાણીના કનેકશન પણ કાપી નાખવામાં આવશે

AMCનો કડક નિર્ણય, તંત્રની ફૌજ ઉતરશે મેદાને

કોરોનાના વધતા જતા કેસના લીધે રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ અંગે અગાઉ પોલીસ કમિશ્નર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે એમએમસી દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે અને આવતીકાલે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે. 

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસથી 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે, પરંતુ પર્વની તમામ ઉજવણીઓ ઉપર પાબંદી મુકતો પરીપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે કરવામાં આવ્યો છે. બે દિવસ માટે સરકારની ગાઈડલાઈનના ઓથા હેઠળ તમામ કલબો, સ્વીમીંગ પુલ, પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આવતીકાલે તંત્ર મસમોટી ફૌજ મેદાનમાં ઉતરશે. પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે. 

અત્રે ઉલ્લખેનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય. 

 35 ,  1