September 21, 2020
September 21, 2020

હવે વાહનમાં બેસનાર વ્યક્તિએ માસ્ક નહી પહેર્યુ હોય તો ચાલક પાસેથી પણ દંડની રકમ વસુલાશે

માસ્ક વગર પકડાશો તો વાહનચાલક તથા મુસાફરો બંને પાસેથી દંડ વસૂલવામાં આવશે…

સતત વધી રહેલા કોરોનાના કહેરને રાજ્ય સરકારે માસ્કનો કાયદો વધુ કડક બનાવ્યો છે. રિક્ષાચાલકો કે સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર તેમજ વાહનચાલક બંને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત શોપિંગ મોલ કે શોરૂમમાં પણ જો કોઈ ખરીદી કરનાર ગ્રાહક માસ્ક વગર પકડાશે તો મોલના મેનેજર પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે.

કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજય સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. માસ્ક નહી પહેરીને બેદરકારી દાખવનાર લોકો સામે વધુ આકરી કાર્યવાહી કરવાનું નક્કી કરાયુ છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે વાહનમાં બેસનાર વ્યક્તિએ માસ્ક નહી પહેર્યુ હોય તો માસ્ક નહી પહેરનાર ઉપરાંત ચાલક પાસેથી પણ દંડની રકમ વસુલવામાં આવશે. તે રીતે જો મોટા સ્ટોર કે નાની દુકાનોમાં પણ જો કોઇ ગ્રાહકે માસ્ક ન પહેર્યુ હોય તો તે દુકાનના માલિક કે સંચાલક સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક અને બે વ્યક્તિ વચ્ચે અંતર એ જ કોરોનાને કાબુમાં લેવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે તેનો કડક અમલ થાય તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસનાં 1094 નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1015 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 77,663એ પહોંચ્યો છે અને મૃત્યુઆંક 2,767 થયો છે. તો કુલ 60,537 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ત્યારે વધી રહેલા કોરોનાના કહેરમાં રાજ્ય સરકારે માસ્કનો કાયદો વધુ કડક બનાવ્યો છે.

 123 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર