ચકીબેન આવો તો ખરા…! અમે આપીશું આશિયાના, ઉસમેં હૈ રહના

રોપડા પ્રાથમિક શાળામાં ઉજવાયો અનોખો “આશીયાના” ઈવેન્ટ

આજે આપણે જે મોર્ડન લાઈફ સ્ટાઈલ જીવી રહ્યાં છીએ તેણે વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળાં કરી નાખ્યાં છે. આની વરવી અસરો ફક્ત આપણને જ નહીં આપણી સાથે જોડાયેલાં પશુ, પક્ષી અને કુદરતનાં અન્ય તત્વો પર પણ પડી રહી છે. 

આજે પક્ષીઓ માટે સૌથી મોટો પ્રશ્ન છે માળો બાંધવા માટેની સલામત જગ્યાનો. આપણી નવી બાંધણીનાં મકાનોમાં ગોખલાં, અભરાઈઓ, નળીયાં કે છાપરાં હોતાં જ નથી. હવે જો ચકલાં માળો જ ન બાંધી શકે તો તેમની વંશવૃધ્ધી જ ક્યાંથી થાય ? ત્યારે યુથ સવૅ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી સરહાનિય કામગીરી કરવામાં આવી છે.

યુથ સવૅ ફાઉન્ડેશનના ફાઉન્ડર વંદિત કાપકર તથા સોશિયલ એકિટવિટિઝમાં રસ લેતા બીજા અન્ય વોલિનિટઅરોની મદદથી યોજાએલી “આશીયાના” ઈવેન્ટમાં રોપડા ગામની રોપડા પ્રાથમિક શાળામાં વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે પંખીઓને રહેઠાણ મળી રહે તે હેતુથી માટીના 100 જેટલા માળાઓ (માટીના ગરબા) લાવવામાં આવ્યા હતા. તેમને યુવાનોએ શાળાના ભણતા અને ભણી ગયેલ કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી તેવી રીતે રંગવામાં આવ્યા જેથી પંખીઓને પણ રેહઠાણ મળી રહે તથા શાળામાં ભણતાં વિધાર્થીઓને પણ રમતા રમતા પાયાનું શિક્ષણ મળી રહે તેવી રીતે ABCD, હિન્દી અને ગુજરાતીમાં બારાખળી અને ૧ થી ૧૦૦ નંબર લખવામાં આવ્યા હતા. 

આ કલરફૂલ માળાઓને શાળાના પ્રાંગણમાં તથા શાળાની આજુબાજુનાં ઝાડ પર ચઢીને લગાવવામાં આવ્યા હતા. આમ પ્રકૃતિ અને પક્ષીઓ માટે આ વખતે આ યુવાનોએ પોતાની પોકેટ મની ખર્ચી ..

 126 ,  1