જો ચીનના હાથમાં વૈશ્વિક ઇન્ટરનેટનું સુકાન આવી જાય તો..!? કલ્પનાના ઘોડાને મારો ચાબૂક…!!

અમેરિકાની સંસદમાં રજૂ થયો દુનિયા હલબલી જાય તેવો રિપોર્ટ…બાબા રે બાબા..

ચીન નેટનું નેટવર્ક પોતાના હાથમાં લેવા માંગે છે ચાઇનીઝ કંપનીઓ દ્વારા…!

ચીને કોરોનાથી દુનિયા આખીમાં તબાહી મચાવી અને જો નેટ પણ તેના નિયંત્રણમાં હોય તો….?

નેટ અને ડેટા પર કબજો જમાવવા દુનિયાના દેશોમાં ચાલી રહી છે હોડ….

(નેટડાકિયા ખાસ અહેવાલ)

અરરર…નેટ જતુ રહ્યું….એમ કોઇ કહે ત્યારે તેને ચિંતા થવા લાગે કે હવે શું થશે….? પરંતુ નેટ કે ઇન્ટરનેટ વગરનું જીવન કેવું હોય તે માટે કાશ્મીરીઓને પૂછવુ પડે. કેમ કે 5 ઓગસ્ટ 2019 પછી ભારતના એ પ્રદેશમાં લગભગ 6 મહિના સુધી નેટ કરી દેવામાં આવ્યું હતું. જે કે ગુજરાતમાં પણ નેટ બંધ કરી દેવામાં આવ્યું હતું પાટીદાર અનામત આંદોલન વખતે. પણ અમુ દિવસો માટે, કાશ્મીરની જેમ મહિનાઓ સુધી નહીં. નેટ ના હોત તો કદાજ વેબ કલ્ચર અને વોટ્સએપના જાબાંઝ લડવૈયાઓની જમાત જોવા ન મળત….!!

આજે આખી દુનિયા જેને કારણે નજીક નજીક આવી ગઇ છે એ નેટનું સુકાન વાઇરસિયા કન્ટ્રી ચીનના હાથમાં આવી જાય તો ચીન અમેરિકા સહિતના દેશોને કઇ રીતે પોતાની આંગળી પર નહીં પણ નેટળી પર નચાવે તે માટે આપણે કલ્પનાના ઘોડાઓને ચાબૂક મારીને દોડતા કરવા પડે…કેમ કે સુપર પાવર દેશ અમેરિકાની સંસદમાં રજૂ થયેલા એક રપટમાં અમેરિકા સહિત દુનિયાના મોટા ભાગના દેશોએ ચોંકવુ પડે એમ એવો ઉલ્લેખ છે કે જો અમેરિકા અને તેના સહયોગી દેશો( જેમાં ભારતનો પણ સમાવેશ થઇ જ જાય છે)એ સામૂહિક નિગરાની અને સેંસરશિપ પ્રત્યે ધ્યાન ન આપ્યું તો ભવિષ્યમાં દુનિયા આખીના ઇન્ટરનેટ સંબંધિત નિયમો બૈજિંગથી નક્કી થશે.

ચીને પોતાના દેશમાં અને વિદેશમાં નેટમાં ફેસ રિગ્નેશન એટલે કે ચહેરાની ઓળખથી નેટ ખુલે તેવી ટેકનોલોજી અને 5જી મોબાઇલ ટેકનોલોજીમાં અરબો અને ખરબોનું રોકાણ કર્યું છે. ચીનની 5જી ટેકનોલોજી વિક્સિત કરનાર હુઆવેઇ કંપની પર અમેરિકા, ઇઝરાયલ સહિત કેટલાક દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોની જાસુસી તંસ્થાઓને શંકા છે કે ચીને મોબાઇલ માટે જે 5જી ટેકનોલોજી વિકસાવી છે તેમાં યુઝર્સનો તમામ ડેટા કંપનીને ગોપનીય રીતે મળી જાય છે….!!

અમેરિકાના સેનેટર રોબોર્ટ મેનેંજરના આ રપટમાં જણાવાયું છે કે ચીન અમેરિકા પાસેથી સાભર ડોમેનની સત્તા આંચકી લેવા માંગે છે. જો તીન ડીજીટલ દુનિયામાં પોતાના દેશમાં અને બીજા દેશોમાં પોતાની પકડ મજબૂત બનાવી રાખશે તો તે અમેરિકા અને અમેરિકાના સહયોગી દેશોને પછડાટ આપીને ઇન્ટરનેટ પર કન્ટ્રોલ કરી લેશે….

ટિકટોક યાદ છે ને…? ભારત સરકારે 15 જૂન પછી તેના સહિત અન્ય ચાઇનીઝ એપ્પ પર નિયંત્રણો મૂક્યા અને કારણ એવું આપ્યું કે ટિકટોક અને અન્ય એપ્પ દ્વારા વપરાશકારોની માહિતી ચીન મેળવે છે. 15 જૂનની ગલવાનની ઘટના ન બની હોત તો આજે પણ ટિકટોકિયા હિરો અને હિરોઇનોના શોર્ટ વિડિયો ધૂમ મચાવી રહ્યાં હોત…ટિકટોક દ્વારા વિડિયો બનાવનારને અમુક પૈસા પણ મળતા હતા અને એ દ્વારા જે તે યુઝર્સનો ડેટા ચીનને મળી જતો હતો. ચીનના સામાન્ય સ્માર્ટ મોબાઇલમાં એવી ગોપનીય વ્યવસ્થા નહીં હોય તેની શી ખાતરી…? કેમ કે ચીન તો મૂળ વિસ્તારવાદી નીતિ ધરાવનાર કપટી દેશ છે જે પોતાની સીમા વધારવા માટે કુછ ભી કર સકતા હૈ….અને ભારત સાથે પણ એવુ જ કર્યું ગલવાન સૈન્ય ક્ષેત્રમાં.

અમેરિકાના આ રપટમાં એવો પણ ઉલ્લેખ છે કે ચીને પોતાની ટેકનોલોજી બનાવનાર કંપનીઓને કહ્યું છે કે જેઓ માસ સર્વેલન્સ ટેકનોલોજી અને ઇન્ટરનેટથી લગતી માહિતી અને વિવિધ સામગ્રી સુધી લોકોના નેટ વલણને નિયંત્રિત કરી શકાય. અને તે દ્વારા ચીન ડીજીટલ ડોમેન બનીને નેટની ચાવી પોતાના હાથમાં લઇ લેવા માંગે છે. કલ્પના કરો કે ભારતમાં જે લોકો નેટ વાપરતા હોય તેમના બેંકિંગ વ્યવહારો સહિતના તમામ ડેટા દુશ્મન દેશ ચીન પાસે હોય તો….?.

નેટ અને સાયબર યુગમાં યુઝર્સનો ડેટા ડોલર-પૈસો-ટકા-દિરહામ…ની ખાણ બની ગયો છે. ડેટાને તો હવે ઓઇલ પણ કહેવામાં આવે છે અને ઓઇલની વાત નિકળે તો એ ડેટા કઇ કંપનીને પ્રિય હશે તે સહેજ સમજી શકાય તેમ છે. તેલમાંથી પેટ્રોલ વગેરે. બનાવીને સૌથી મોટી માર્કેટકેપ બનનાર કંપની હવે ડેટાનો તેલ કાઢવા માંગે છે…!!

ચીને કોરોના વાઇરસ ફેલાવીને આખી દુનિયાને ત્રાહિમામ ત્રાહિમામ કરી નાંખી છે અને હજુ આ વાઇરસથી દુનિયાને ક્યારે સુરક્ષા મળે છે તે હજુ નક્કી નથી. વિચોરો કે જો નેટનું નિયંત્રણ ચીન પાસે હોય તો પોતાની સીમાઓ વધારવાના શોખીનબચ્ચા ચીન દુનિયાની શું હાલત કરી નાંખે…!! ચીને અંબાણી પરિવારની એક કંપનીનો મંત્ર અપનાવ્યો છે- કર લો દુનિયા મુઠ્ઠી મેં…અને આપણે…?

આરોગ્ય સેતુ એપ કોણે બનાવી એ સરકારના વિભાગોને ખબર જ નથી…અને સરકારી તંત્ર લોકોને બાર બાર લગાતાર કહી રહ્યું હતું-આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરશો તો જ વિમાનમાં પ્રવેશ મળશે….તો જ તમને આ સગવડ મળશે….અને એપ કોણે બનાવી-હમકો નહીં માલુમ કસમ ખુદા કી….હમ નિર્દોષ હૈ….આરટીઆઇ મેં જવાબ માંગનેવાલે ભાઇ…હમ કો નહીં પત્તા યે એપ-વેપ કિસને બનાઈ…..!!

દુનિયાએ એક થવુ પડશે જેમને લાલ જ રંગ પસંદ છે એવા ચિનચિનાકે જિનપિંગબાબાની સામે, નહીંતર નેટ હશે બાબા ને તાબે….

અને નેટ ખોલતા પહેલાં આપણે રોજ કરવી પડશે ચાઇનીઝ આરતી-

લો..લ …લાલશક્તિ વાલે બા..બા

તુઝ બિન ઓર ન દુજા, આસ કરે હમ કિસ કી…

લો…લ..લાલશક્તિવાલે બાબા….!!

અને પછી આપણાં ડિવાઇસમાં ખુલશે નેટ…..

અને પછી થશે ચેટ….

અને પછી ચાઇનીઝ ફૂડનો અપાશે ઓર્ડર ભરવા પેટ…

અને આ છે દુનિયાને ચીનની ભવિષ્યની ભેટ…..!!

-દિનેશ રજપૂત

 155 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર