કુછ તો હૈ મિટ રહી હૈ હસ્તી ઉનકી..! વૈસે સદીયો રહે હૈ દુશ્મન ઉનકે…!!

ગુજરાતી દિનેશ ત્રિવેદી મમતાનો સાથ છોડે તો સમજો કે- દયા,  કુછ તો ગરબડ હૈ…!

ચાલુ સંસદે ચાલુ ભાષણમાં લાઇવ કવરેજમાં કહી દીધુ-મૈં તો ભૂલ ચલા મમતા કા દેશ….!!

બાબુમોશાય અભિષેક બેનર્જી કહે છે કે મમતાઆંટી મા દુર્ગા છે, ચૂંટણીમાં અસૂરોનો,….

બંગાલ મેં  ફિર એક બાર જય સીયારામ  કે જયશ્રી રામ…?!

અભી તો યે ટ્રેલર હૈ…પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…. ચુનાવ કો આને દો…

ક્યા આઝાદ કોંગ્રેસ  કે સોને કે  પિંજરે સે નિકલ કર આઝાદ હોના ચાહતે હૈ…!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

પક્ષની ઓફિસમાંથી મુદ્દા આપવામાં આવ્યાં. લો. આ મુદ્દા પર સરકારની વિરૂધ્ધ બોલવાનું છે. બરાબરનો જવાબ આપવાનો છે. જેથી દેશદુનિયાને પણ ખબર પડે કે સરકાર કેવી છે અને એક રાજ્ય પ્રત્યે કેવો ભેદભાવ રાખે છે. સાંસદ કાગળમાં પક્ષે આપેલા મુદ્દા લઇને સંસદના સદનમાં ગયા. પક્ષના બીજા દિલ્હીમાંના નેતા સંસદના લાઇવ ટીવીની સામે બેસી ગયા. સાંસદ જેવુ બોલે કે તરત જ તેનું રેકોર્ડિંગ કરીને સોશ્યલ મિડિયામાં મોકલવું.

પણ આ શું…? પક્ષના સાંસદનો વારો આવ્યો અને બોલવા માટે ઉભા થયા, સંબોધનમાં બે-ચાર વાક્યો બોલ્યા બાદ પક્ષની સરકારના સીએમ અને પોતાના પક્ષ દ્વારા બંગાળમાં શું થઇ રહ્યું છે એનું વર્ણન શરૂ કર્યું કે તરત જ વાત પહોંચી કોલકાત્તા. તેમને પક્ષમાંથી દૂર કરવાની જાહેરાત પહેલાં જ એ સાંસદે સદનમાં જ  જાહેર કહી દીધુ- હું પક્ષમાંથી રાજીનામુ આપુ છું…અને…ચૂંટણીઓ પહેલા વધુ એક રાજીનામુ….

કહનેવાલે કહતે હૈ- એવુ પહેલીવાર બન્યું છે. દેશના રાજકારણમાં એવુ પહેલીવાર બન્યું છે કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવા માંગતા નેતા કોઇ જાહેર મંચ પરથી નહીં પણ સંસદની અંદર પોતે જે પક્ષના સાંસદ છે એ પક્ષ વતી બોલવા માટે ઉભા થઇ હોય અને  બોલતા બોલતા પોતે જે પક્ષમાં છે તેમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરે…!!

એક ડઝન કરતાં વધારે ધારાસભ્યો અને સંસદમાં રાજીનામુ આપનાર દિનેશ ત્રિવેદી સહિત લગભગ અડધો ડઝન સાંસદો ટીએમસી-તૃણમુલ કોંગ્રેસ( રાહુલવાળી કોમગ્રેસ કહી શકે કે આ અમારી કોઇ શાખા નથી, પાર્ટીના નામમાં કોંગ્રેસ છે તેથી છેતરાઇ જવુ નહીં…!) પક્ષમાંથી,  મૈં તો ભૂલ ચલા મમતા કા દેશ,,,કમલમ કા ઘર પ્યારા લગે….કહેતા કહેતા ભાજપમાં જોડાઇ ગયા છે. તેમાંથી કેટલાને વિધાનસભામાં ટિકિટ મળશે  એ  ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે પણ જેઓ પક્ષ છોડીને ગયા છે તેમને હરાવવા માટે ટીએમસી પક્ષે અત્યારથી જ ધૂમ અને ધડાકા શરૂ કરી દીધો છે. બમ.. ઔર .દંબૂક….સે બંગાલ કી જમીન થર્રા ઉઠી હૈ….!! અભી તો યે ટ્રેલર હૈ…પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત….ચૂંટણીઓ જાહેર થયા પછી કેટલાક કહે છે તેમ બંગાળની ધરતી રકતરંજિત થઇ જશે…….પરિણામ….? ફિર એક બાર મમતાદીદી કે જયશ્રી રામ…?!

બંગાળમાં પોતાની સત્તાના 10 વર્ષ પૂરા કરનાર સીએમ મમતા બેનર્જીના  સત્તાધારી પક્ષ ટીએમસીના સાંસદે આ કર્યું છે. જાહેર છે કે ટીએમસીમાંથી ગયેલા બીજા સાંસદો અને ધારાસભ્યોની જેમ તેઓ પણ ભાજપમાં જોડાઇ જાય..કેમ કે તેમાં જોડાવા માટે જ  અને મમતાને હરાવવા માટે આ બધુ થઇ રહ્યું છે.. ટીએમસીમાંથી બીજા નેતાઓ ગયા ત્યારે તેઓએ દિનેશ ત્રિવેદી જેવું કર્યું નહોતું. બીજાઓ  જાહેર મંચ પર ભાજપના નેતાઓની હાજરીમાં કેસરી ખેસ પહેરીને જાડાઇ ગયા. પણ સંસદમાં ચાલુ સંબોધને પોતે પક્ષમાં ગૂંગળામણ અનુભવે છે તેથી પક્ષમાંથી રાજીનામુ આપુ છુ એમ કહેનાર છે મૂળ ગુજરાતી પણ કોલકાત્તામાં સ્થાયી થયેલા દિનેશ ત્રિવેદી. બંગાળમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર યાય તે પહેલા ટીએમસીમાંથી અનેક નેતાઓની જેમ, કમલ પે હોકે સવાર ચલા રે…. મૈં તો અપને મોદી કે પાસ ચલા રે….કોઇ રોક શકો તો રોક લો…ની જેમ  ભાજપ તરફ જઇ રહ્યાં છે… અને ભાજપના નેતા અમિતભાઇ શાહના શબ્દોમાં કહીએ તો બંગાળની ચૂંટણીઓ પહેલા ટીએમસીમાં માત્ર મમતા બેનર્જી જ રહેશે…! અરે હાં, તેમના ભત્રીજા પણ….,.કેમ કે ભાજપે તેમને પણ નિશાન બનાવ્યા છે પરિવારવાદના નામે….

મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ ભાજપના જયશ્રી રામ…નારાની સામે પોતાની ચાચી મમતાને દુર્ગાના રૂપમાં રજૂ કરીને કહ્યું છે કે જેમ માં દુર્ગાએ  એકલાએ અસૂરોનો નાશ કર્યો તેમ તેઓ પણ બંગાળમાં ભાજપનો સફાયો કરશે…! કહના આસાન…લેકિન યે હોના  કિતના આસાન…?.જબ, આપકી પાર્ટી સે આપકે વિધાયક..સાંસદ.. જહાજ ડૂબ રહા હોને કા માનકર કૂદાકૂદ કર રહે હો…?!

રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન દિનેશ ત્રિવેદીએ કહ્યુ, ‘હકીકતમાં આ જન્મભૂમિ માટે જ છે અને મારાથી એ નથી જોવાઈ રહ્યું કે અમે કરીએ તો શું કરીએ, એક પાર્ટીમાં છીએ તો મર્યાદિત છીએ, પરંતુ હવે ગૂંગળામણ થઈ રહી છે, અમે કંઈ નથી કહી શકતા, એવો અત્યાચાર છે, આજે મારી આત્મા કહી રહી છે કે, રાજીનામું આપી દો અને બંગાળની જનતા વચ્ચે જઈને રહો.’ ‘હું આજે (રાજ્યસભા)માંથી રાજીનામું આપી રહ્યો છું અને દેશ માટે, બંગાળ માટે હંમેશા કામ કરતો રહું છું અને કામ કરતો રહીશ.’ સંસદમાં લાઇવ પ્રસારણમાં રાજીનામાની જાહેરાતનો આખો કિસ્સો સંસદની તવારીખમાં પણ નોંધાઇ ગયો છે….!!

આ પહેલા ટીએમસીના મોટા નેતા અને મમતાના ઘણા નજીક કહેવાતા શુભેન્દુ અધિકારી પણ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. એ પહેલા મુકુલ ઘોષ પણ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા છે.

કોણ છે  આ મમતાદીદીના ડીડી સોરી… દિનેશ ત્રિવેદી…..જેમણે ચાલુ સંસદે રાજીનામુ આપવાની જાહેરાત કરી….

દિનેશ ત્રિવેદીએ પોતાની રાજકીય સફરની શરૂઆત 1980માં કોંગ્રેસમાંથી કરી હતી, પરંતુ 1988માં મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી તો તેઓ ટીએમસીમાં જોડાઈ ગયા અને પાર્ટીના પહેલા મહાસચિવ બન્યા હતા. તે પહેલા તેઓ 1990થી 1996 સુધઈ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. તે પછી ટીએમસીએ તેમને પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભામાં મોકલ્યા અને 2020 સુધી સાંસદ રહ્યા….

2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ બેરકપુર બેઠક પરથી જીત્યા હતા 2009માં તેમને કેન્દ્રમાં રાજ્ય મંત્રી બનાવાયા હતા. મમતા સીએમ બન્યા બાદ દિનેશ ત્રિવેદીને 13 જુલાઈ, 2011એ દેશના રેલવે મંત્રી બનાવાયા હતા. જોકે, એક વર્ષ પછી જ મમતા બેનર્જીએ તેમને એક જ વર્ષમાં રેલવે મંત્રીના પદ પરથી હટાવી દીધા હતા. રેલવે બજેટમાં ટ્રેનની ટિકિટના ભાવ વધારવાના દિનેશ ત્રિવેદીના નિર્ણયના વિરોધમાં તેમને રેલવે મંત્રીપદેથી હટાવી દેવાયા હતા. ગત વર્ષે 3 એપ્રિલ, 2020એ દિનેશ ત્રિવેદીને ટીએમસીએ ફરી એકવખત રાજ્યસભામાં મોકલ્યા.

2012માં મમતાના કારણે દિનેશ ત્રિવેદીના જાહેર જીવનમાં અપમાનનો સૌથી કડવો ઘૂંટ પી જવો પડ્યો હતો. એ ઘટનાએ મમતા અને દિનેશ ત્રિવેદી વચ્ચે કડવાશનો પાયો નાખ્યો. અને તેનું પરિણામ રાજાનામામાં પરિવર્તિત થયું…

ટીએમસીના સિનિયરમોસ્ટ નેતા ભાજપમાં જોડાય તેવા અહેવાલની વચ્ચે કોંગ્રેસના પૂર્વ મંત્રી અને કાશ્મિરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદ અંગે પણ અટકળો છે કે સંસદમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ભરપૂર વખાણ કરીને તેમના માનવીય અભિગમને સલામ કરી તે જોતાં આઝાદ ભાજપમાં જોડાઇ શકે અને તેમને કાશ્મિરના ફરીથી સીએમ બનાવી શકે. કેમ કે કાશ્મિર ખીણ પ્રદેશમાં ભાજપ પાસે કોઇ મજબૂત નેતા નથી.

ક્યા આઝાદ કોંગ્રેસ  કે સોને કે  પિંજરે સે નિકલ કર આઝાદ હોના ચાહતે હૈ…!

દેખતે રહીયે…કલતક……પઢતે રહીયે કલતક…ઔર મુશ્કરાતે રહીયે-કલતક સે આજતક…..!!

 30 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર