હીરોની સાથે સુવાની ના પાડી તો મને ફિલ્મોમાંથી કાઢી મુકી, હૉટ એક્ટ્રેસનો ખુલાસો

મારા હાથમાંથી ઘણા બધા પ્રૉજેક્ટ નીકળી ગયા

બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત આજકાલ લૉસ એન્જેલસ વાળા ઘરમાં રહે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખુબ દુર છે. જ્યારે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતી તો તેની બૉલ્ડનેસ અને સુંદરતાની દરેક જગ્યાએ ચર્ચા થતી રહેતી હતી. અહીં અમે તમને તસવીરો દ્વારા તેના ઇન્ટરવ્યૂ વિશે બતાવી રહ્યાં છીએ જેમાં તેને ઓફ કેમેરા એક્ટરની સાથે ઇન્ટિમેટ થવાની ના પાડી દીધી હતી, અને તેને ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવી હતી.

મલ્લિકા શેરાવતે પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ , કેમકે તે જિદ્દી છે, અને તેને પોતાના પર બહુ જ ગર્વ છે, એટલે તે ખુદ કોઇ સમાધાન નથી કરી શકતી. જોકે તેને એ માન્યુ કે તેના ફેંસલાએ તેને ઇનિસિક્યૉર બનાવી દીધી.

મલ્લિકા શેરાવતે કહ્યું હતુ- મારા પર કેટલાય આરોપો અને જજમેન્ટ્સ હતા, તમે ઓછા સ્કર્ટ પહેરો છો, સ્ક્રીન પર કિસ કરો છો, તો તમે એક ખરાબ મહિલા છો.

મલ્લિકા શેરાવતે કહ્યું કે પુરુષ તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. તેને કહ્યું- મને કેટલાય પ્રૉજેક્ટમાંથી બહાર કરી દેવામાં આવી કેમકે મે હીરોને ના કહી દીધી.

મલ્લિકા શેરાવતે આગળ કહ્યું- હીરો કહેતા હતા કે તુ મારી સાથે સુઇ કેમ નથી શકતી? તમે આ સ્ક્રીન પર કરી શકો છો, મારી સાથે પર્સનલી આવુ કરવામાં શું સમસ્યા છે?

ખ્વાહિશ (2003) અને મર્ડર (2004) જેવી ફિલ્મોમાં ધમાલ મચાવનારી મલ્લિકા શેરાવત હાલ લૉસ એન્જિલસમાં છે, તેને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સને તેની વિલાની એક ઝલક બતાવી હતી, જેમાં તે રહે છે.

 119 ,  1