September 20, 2021
September 20, 2021

ભારતીય વિસ્તારો ખાલી ન કરે તો, ભારતે ચીન સાથે યુદ્ધ કરવું જોઈએ : ભાજપના સાંસદ

સુબ્રમણ્યમ સ્વામીની મોદી સરકારને વણમાગી સલાહ

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે કેન્દ્ર સરકારને સલાહ આપતા જણાવ્યું છે કે ચીન ભારતીય વિસ્તારો ખાલી ના કરે અને 1993ની સમજૂતી હેઠળ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાછું ન જાય તો ભારતે ચીન સાથે યુદ્ધ કરવું જોઈએ.

ભાજપ નેતાએ જણાવ્યું કે ભારતે ચીન સાથે હાલ માત્ર સરહદનો વિવાદ ઉકેલા પર ધ્યાન આપવું જોઈએ અને હોંગકોંગ, તાઈવાન તથા તિબેટ અંગે વાત કરીને પડોશી દેશને ઉશ્કેરવો જોઈએ નહીં.

સ્વામીએ ‘બ્લિન્કર્સ ઓફ હાઉ વિલ ધ વર્લ્ડ કાઉન્ટર ચાઈના’ નામના પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે ચીન ભારત માટે અસાધારણરૂપે મહત્વપૂર્ણ અને ખતરનાક પડકાર છે. તેથી ભારતે તેની રણનીતિ એ રીતૈ તૈયાર કરવી જોઈએ કે તે જોખમનો સામનો કરતા અંતમાં ચીનને પાછું તેની જગ્યાએ પહોંચાડી દે.

ભારતે ચીનને કહેવું જોઈએ કે તે 1993ની સમજૂતી હેઠળ મૂળ સ્થિતિમાં પાછું નહીં ફરે તો અમે યુદ્ધ કરીશું. સ્વામીએ ઉમેર્યું હતું કે, મારૂં માનવું છે કે ભારતે ચીનીઓને કહેવું જોઈએ કે જો તમે 1993ની મૂળ સિૃથતિમાં પાછા નહીં જાવ તો અમે તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર છીએ. ચીન સ્વેચ્છાએ પાછા હટવા માટે તૈયાર ન થાય તો ભારતે ચીનીઓ સાથે યુદ્ધ કરવું જ જોઈએ.

ચીનને એવો બોધ પાઠ શીખવવો જોઈએ કે અમે હવે 1962નું ભારત નથી અને મજબૂતાઈથી તેમનો સામનો કરી શકીએ છીએ. ચીને એલએસી પાસ કરીને આપણી જમીન પર કબજો જમાવ્યો છે તેવો દાવો કરતાં ભાજપ સાંસદે કહ્યું કે ભારતે ચીન સાથે માત્ર તેના ભૂમી વિવાદ પર ધ્યાન આપવું જોઈએ.

 42 ,  1