આજ રપટ જાયે તો..ટીપ ટીપ બરસા પાની.! ક્યાં ગયા રેઇની સોંગ..?

ટાઇગર શ્રોફ પર આજ રપટ જાયે..નું રિમેક કેવુ લાગે..?!

વરસાદી ગીત સાવ નિર્દોષ જ હોય એવુ નથી..

ટીપ ટીપ બરસે..માં પલળેલી રવિનાને જોવા આજે પણ..

જરા આરકેને યાદકરીએ-પ્યાર હુવા ઇકરાર હુવા હૈ..

“ઇડિયટ” આમિરે પણ ઝૂબી..ડૂબી..માં મજા માણી છે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

અમિતાભ, આમિરખાન, અક્ષયકુમાર આ ત્રણેયમાં કોઇ એક સમાનતા હોય તો તે એ છે કે બોલીવુડના આ ત્રણેય કલાકારોએ ફિલ્મોમાં વરસતા વરસાદમાં હિરોઇનની સાથે રોમાન્સની મોજ માણી છે. અમિતાભ અને સીધી સાદી સ્મિતા પાટિલે ફિલ્મ નમકહલાલમાં વરસતા વરસાદમાં “આજ રપટ જાયે તો હમે ના ઉઠ્યો….”ગીતમાં એકબીજા સાથે જે રીતે રપટ્યા અને લપટ્યા છે તે જોઇને….!

આજે ફિલ્મોમાં જેને સૌથી વધારે કામ મળે છે એ અક્ષયકુમાર અને રવિના ટંડને “ટીપ.. ટીપ.. બરસા પાની..”માં જે પલળતા પલળતા રોમાન્સ,રોમાંચ અને ઉન્માદ બતાવ્યો છે તે જોઇને…!
આજે ફિલ્મોમાં જે એક તરફ એક ખૂણામાં છે અને બીજી પત્ની સાથે પણ અલગ થયો છે તે થ્રી ઇડિયટ પૈકીનો એક આમિરખાને એ જ ફિલ્મમાં કરીનાકપૂર સાથે “ઝૂબી…ડૂબી…”ગીતમાં વરસતા વરસાદમાં આઓ પ્યાર કરે…ના દ્રશ્યો આપ્યા છે એ જોઇને….! જરા આરકે યુગમાં જઇએ તો રાજકપૂર અને નરગીસનું શ્રી420નું વરસાદી ગીત “પ્યાર હુવા ઇકરાર હુવા હૈ પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ…”માં વરસાદમાં છત્રીની નીચે ઉભા રહીને એકબીજા સામે જોવાની અદા અને નગરીસના ફફડતા હોઠ…જોઇને એમ લાગે કે….!

બોલીવુડની ફિલ્મોમાં પહેલા એક તો હોળીનું ગીત ઉમેરાતુ જ અને પછી રેઇન સોંગ કહેતા વરસતા વરસાદમાં હીરો-હીરોઇનનો રોમાંચના દ્રશ્યો જોઇને દર્શકો પણ જાણે પાણી પાણી થઇ જતા… ! ફિલ્મ લગાનમાં વરસાદને વિનંતીસભર ગીત “કાલે મેઘા…કાલે મેઘા પાની તો બરસાઓ..” છે પણ વરસાદ પડતો નથી. એ પછીની ફિલ્મોમાં તો સ્ટોરીમાંથી જાણે કે રેઇની સોંગ નિકળી જ ગયો…..!

1994માં આવેલી ફિલ્મ મોહરામાં “ટીપ ટીપ બરસા પાની…”માં રવિના અને અક્ષયનો હોટ રોમાંચ અને રોમાન્સ જોવા આજે પણ યુટ્યુબ પર સર્ચ થાય છે. તો 1982માં આવેલી ફિલ્મ નમકહલાલમાં અમિતાભ અને સ્મિતા પાટિલ પર ફિલ્માવાયેલુ વરસાદી ગીત “આજ રપટ જાયે તો …”આજે ફરી ફરી જોઇએ તો ફરી રપટ જવાનું મન થાય એવા ઉન્માદી અને ઉત્તેજનાત્મક દ્રશ્યો આપ્યા છે.

ફિલ્મોમાં હીરો-હીરોઇન વચ્ચેનો ગરમાગરમ રોમાન્સ બતાવવા વરસાદી ગીતનો ઉપયોગ થતો આવ્યો છે. રાજેશખન્ના પણ તેમાંથી બાકાત નથી. ફિલ્મ રોટીમાં રાજેશખન્નાએ મુમતાઝ સાથે “ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર…” વરસાદી ગીતની મોજ માણી હતી. જો કે એમાં ટીપ…ટીપ…બરસે જેવુ હોટ હોટ નહોતું….!! ટીપ..ટીપ..માં ગીતના શબ્દો જોઇએ તો, ટીપ..ટીપ..બરસા પાની, પાનીને આગ લગાઇ.. આગ લગી દિલ મેં તો… દિલ કો તેરી યાદ આયી..તેરી યાદ આયી તો જલ ઉઠા મેરા ભીગા બદન…જેવા મિલતા જુલતા શબ્દો ફિલ્મ પરખના વરસાદી ગીત “ઓ સજના..બરખા બહાર આયી..” માં પણ એવા જ છે. જેમ કે “…તુમકો પુકારે મેરે મન કા પપીહરા…મીઠી મીઠી અગ્નિ મેં જલે મોરા જિયા…!

પાનીને આગ લગાઇ….મીઠી મીઠી અગ્નિ મેં જલે મોરા જિયા….એવો અનુભવ તો જેમને થયો હોય એ જ કહી શકે અથવા વરસતા વરસાદમાં, જલ ઉઠા મેરા ગોરા બદન….અબ તુ હી બતા ઓ સજન મૈં ક્યા કરૂ….અને મન કા પપીહરા….ગીતો લખનાર ગીતકાર જ સારી રીતે સમજાવી શકે. હિરો અને હિરોઇને તો ડિરેક્ટરે કહ્યું અને કોરિયોગ્રાફરે બતાવ્યું એમ લટકા મટકા અને ઠુમકા મારીને પોતાનું કામ પુરૂ કર્યું અને બાકીની કલ્પના દર્શકો પર છોડી દીધી..

વરસાદી ગીતમાં હોટ રોમાન્સ ન હોય એવુ એક ગીત ફિલ્મ જીવન-મૃત્યુમાં ધર્મેન્દ્ર અને રાખીનું છે. શબ્દો છે- ઝિલમિલ સિતારોં કા આંગન હોંગા..રિમઝીમ બરસતા સાવન હોગા..ઐસા સુંદર સપના અપના જીવન હોગા…તો ધર્મેન્દ્રની સાથે જ તે વખતે ફિલ્મોમાં આવતા જ્યુબીલી કુમાર એટલે કે રાજેન્દ્રકુમાર અને કરીનાકપૂરની મોમ બબિતા પર ફિલમાવાયેલું ગીત… ” રિમઝિમ કે ગીત સાવન ગાયે હાયે ભીગી ભીગી રાતોં મેં…હોઠો પે બાત દિલ કી આયે હાયે ભીગી ભીગી રાતોં મેં…”સાવ નિર્દોષ છે. તેમાં ટીપ..ટીપ.. જેવી હોટ ટીપ્સ નથી. પ્યાર હુવા ઇકરાર હુવા..પ્યાર સે ફિર ક્યો ડરતા હૈ દિલ.. ગીતમાં પણ હીરો-હીરોઇન બચારા સાવ નિ્દોષ છે…! એ વખતના દર્શકો પણ સાવ ભલા અને ભોળા અને આજના દર્શકો….? જાને ભી દો યારોં….!

આજના મોબાઇલિયા દર્શકો ફિલ્મોમાં વરસાદી ગીતથી વંચિત એટલા માટે છે કે સમય જતાં ફિલ્મની કથા અને પટકથા બદલાતી ગઇ….માંગ બદલાતી ગઇ…! ટાઇગર શ્ર્રોફ પર આજ રપટ જાયે તો…નું રિમેક કરીએ તો કેવુ લાગે….?! અમદાવાદીને વરસાદની મોસમમાં ગરમાગરમ દાળવડા અને તળેલા મરચાં …મળે તો…? વોય..વોય…મોઢામાં પાણી આવી ગયું..

 58 ,  1