સત્યપાલ મલિકની સત્યવાણીઃ પાકિસ્તાન હવે ભૂલ કરશે તો છેક અંદર જઇને ધીબી નાખીશું….

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ચેતવણી ઉચ્ચારી છે કે જો પાકિસ્તાન કંઈ ભૂલ કરશે તો ભારતનું લશ્કર તેમને બહુ અંદર જઈ મારશે. પાકિસ્તાન સાથે સંબંધ અને વેપાર બંધ થવાથી અમારું કશું બગડશે નહીં. કલમ 370 હટાવ્યા પછી પાકિસ્તાન હજુ પણ રોષે ભરાયેલું છે. આતંકીઓથી લઈ સરકાર અને પાક. મીડિયામાં પણ યુદ્ધ ઉન્માદ જોવા મળે છે.

અમેરિકા, ચીન, રશિયા સહિત સમગ્ર વિશ્વથી અલગ પડેલા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વિટ કરી કહ્યું છે કે કાશ્મીરની હાલત માટે આરએસએસ જવાબદાર છે. તેમને હિટલરની નાઝી સેના સાથે સંઘની સરખામણી કરી હતી. તો બીજીબાજુ પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર હમીદ મીરે દાવો કર્યો હતો કે પાક. સેના એલઓસી તરફ કૂચ કરી રહી છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી