લોકો રથયાત્રા જોવા આવશે તો કાર્યવાહી થશે, કોઇને રથ નજીક નહી જવા દેવાય

કોઇ રોડ પર ન નિકળે તે માટે સમગ્ર રૂટ પર બેરિકેડિંગ કરાશે – સંજય શ્રીવાસ્તવ

144મી રથયાત્રાને કરફ્યુ અને પ્રોટોકોલ સાથે મંજૂરી મળી ગયા બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. રથયાત્રાને લઈ પોલીસ વિભાગે આજે સરસપુર મંદિરથી નજીકના સર્કલ સુધી રિહર્સલની પ્રક્રિયા શરૂ કરી હતી.

સર્કલ પર રથ આવે અને મામેરું ભગવાનને અર્પણ કરાય તે પ્રક્રિયાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સિવાય પોલીસ કાફલો ખડકી અને વાહનો હટાવી રૂટ બેરીકેટિંગ કરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રૂટમાં અન્ય સ્થળે પણ પોલીસ દ્વારા નિરિક્ષણ વધારવામાં આવ્યું છે. નિશ્ચિત સમયમાં રથયાત્રા અને તમામ વિધિ પૂર્ણ કરી શકાય તે માટે રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

રથયાત્રાના પોલીસ બંદોબસ્ત સહિત સમગ્ર શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ અને કોરોના ગાઇડલાઇન સહિતની તમામ વિગતો આપી હતી. રથની નજીક કોઇને જવા નહી દેવાય, સમગ્ર રૂટ પર કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરાવાશે. પોળો અને નાની ગલીઓમાં બેરિકેડિંગ કરાશે. 

પોલીસ કમિશ્નરના અનુસાર, હાલમાં નાઇટ કર્ફ્યૂ ચાલુ છે. બપોરે 14 જુલાઇ સુધી યથાવત્ત રહેશે. 12 વાગ્યા સુધીની પરમિશન અપાશે. 20 ખલાસીઓ સાથે ત્રણ રથ હશે. સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે. 8 પોલીસ સ્ટેશનમાં રથયાત્રાના દિવસે કર્ફ્યૂ રહેશે. કોઇ રોડ પર ન નિકળે તે માટે સમગ્ર રૂટ પર બેરિકેડિંગ કરાશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. 

20-20 ખલાસીઓ એક જ રથમાં હશે. જેટલા પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ રહેશે. લોકોને તેમણે અપીલ કરી છે કે, ટીવી અને અન્ય માધ્યમ દાવારા કર્ફ્યૂનું પાલન કરાવાશે. લોકોને બહાર નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી હતી. રથયાત્રા પુર્ણ થયે તત્કાલ કર્ફ્યૂ ઉઠાવી લેવાશે. સ્થાનિક લોકોને પણ સપોર્ટ કરવા માટે અપીલ કરવામાં આવે છે. ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર પોલીસ મથકમાં કર્ફ્યૂની અમલવારી કરાશે. 

 14 ,  1