September 19, 2021
September 19, 2021

વોડા-આઇડિયા બિઝનેસ સમેટી લે તો ટાવર કંપનીઓને પણ થશે મોટુ નુકસાન

અસ્તિત્વ ટકાવવા સરકાર તરફથી તાત્કાલિક સહાયની જરૂર

ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા (VIL)ની વધી રહેલી ખોટ અને ઉંચો ઋણબોજ તેના ધિરાણકર્તાઓ માટે મોટું જોખમ છે. રેટિંગ એજન્સી ઇકરાએ કહ્યુ કે, તેની અસર કંપનીના કર્મચારીઓ અને સબ્સક્રાઇબર્સ પર પણ થશે. અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહેલી કંપનીને સરકાર તરફથી તાત્કાલિક સહાયની જરૂર છે.

જો સંકટગ્રસ્ટ વોડાફોન આઇડિયા કંપની બિઝનેસ સમેટી લઇ ટેલિકોમ સેક્ટરમાંથી એક્ઝિટ કરે તો ટેલિકોમ ટાવર ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસમાં ઘટાડો થશે. તેનાથી ટેલિકોમ ટાવર કંપનીઓને લગભગ 1,80,000 ટેનન્સિનું નુકસાન થશે જે હાલ VIL પાસે છે. રેટિંગ એજન્સી ઇકરાએ કહ્યુ કે, સરકાર આ મદદ સ્પેક્ટ્રમની બાકી જવાબદારી ટાળવી, ટેક્સમાં ઘટાડો કરવો અને વ્યાજદરમાં ઘટાડા મારફતે આપી શકાય છે. 

ઇકરાના મતે, વોડાફોન આઇડિયાની ખરાબ નાણાંકીય સ્થિતિના સંકેત તેની વધી રહેલી ખોટ અને ઋણબોજમાં વધારાથી મળી રહ્યા છે. તેનાથી કંપનીના ધિરાણકર્તાઓની સાથે જ સરકાર પર પણ અસર થશે. કંપનીના કર્મચારીઓ, સબ્સક્રાઇબર્સ અને તેનાથી સંલગ્ન ઉદ્યોગોને પણ મુશ્કેલીઓ પડશે સાથે સાથે ટેલિકોમ ટાવર કંપનોના બિઝનેસમાં પણ ઘટાડો આવશે. ટેલિકોમ ટાવર કંપનીઓને જો વોડાફોન આઇડિયાની એક્ઝિટથી ટેનન્સિથી નુકસાન થાય તો તેમાં માત્ર 40-50 ટકાની ટેનન્સિ જ 18થી 24 મહિનામાં ફરી મળી જશે.

ઇકરાએ કહ્યુ કે, મુકેશ અંબાણી દ્વારા જિયો ઇન્ફોકોમ કરાયા બાદ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેનાથી ટેલિકોમ કંપનીની રેવન્યૂ અને નફામાં પણ જંગી ધોવાણ થયુ છે ઉપરાંત એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂની બાકી ચૂકવણીથી પણ તેમનો નાણાંકીય બોજ વધ્યો છે. 

 20 ,  1