મુંબઈ જતા હો તો આ વાંચી લેજો , ક્યાંક મુશ્કેલી ના પડે…

ફાયરબ્રિગેડને પણ એલર્ટ રહેવા અપાઈ સૂચના

બૃહ્દમુંબઈ મ્યૂનિસિપલ કોર્પોરેશનએ શુક્રવારે મુંબઈમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ જારી કર્યુ છે. હકિક્તમાં શહેરમાં 13-14 જૂને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તકેદારીના ભાગ રુપે નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફને પણ તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ ,બીએમસીએ પોતાના તમામ કર્મચારીઓને સમય પહેલા ફરજ પર હાજર રહેવા કહ્યુ છે. આ ઉપરાંત બેસ્ટ અને અદાણી ઈલેક્ટ્રિસિટી સબસ્ટેશન્સને હવામાનને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. શહેરના ફાયર બ્રિગેડને પણ સ્ડેન્ડ બાય રાખવામાં આવ્યું છે. હકિકતમાં બીએમસીના આ પગલા શુક્રવારે હવામાન વિભાગની તે ચેતવણી બાદ ભરવામાં આવ્યા જેમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રવિવાર-સોમવારે ભારે વરસાદની આશંકા છે. કેટલીક આ પ્રકારની આગાહી રાજ્યના તટીય વિસ્તારો રાયગઢ અને રત્તનાગિરી માટે પણ છે. હવામાન વિભાગમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, 24 કલાકમાં 204.5 મિલીમીટરથી વધારે વરસાદનો અતિ ભારે વરસાદમાં ગણવામાં આવે છે. આ પહેલા બુધવારે શહેરમાં પહેલા વરસાદમાં ખરાબ સ્થિતિ થઈ ગઈ હતી. વરસાદના કારણે મુંબઈના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે પોલીસને આવનજાવન માટેના 4 સબવે બંધ કરવા પડ્યા ત્યારે અનેક વિસ્તારોમાં લોકોને પોતાના વાહન રસ્તા પર છોડવા માટ મજબૂર થવુ પડ્યુ હતુ. લોકલ ટ્રેન રદ્દ થઈ જે ફક્ત સ્વાસ્થ્ય અને અન્ય જરુરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે ચાલી રહી હતી.

વધુમાં એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, આ વખતે ચોમાસા દરમિયાન 18 દિવસ હાઈ ટાઈડ આવવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાની લહેરો ઉંચાઈથી 10 મીટર સુધી જઈ શકે છે. જેમાં 6 દિવસ તો ફક્ત જૂન મહિનામાં જ હાઈ ટાઈડ સંકટ છે.

 55 ,  1