September 18, 2021
September 18, 2021

આ સ્થળે ફરવા જવાનું વિચારતા હોય તો હમણા માંડી જ વાળજો

હિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બની વરસ્યો

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સહિત રાજ્યના મોટા ભાગોમાં શુક્રવારે ભારે વરસાદ થયો જેના પગલે રોજિંદા જનજીવનને અસર પહોંચી રહી છે. બીજી બાજુ ભૂસ્ખલન અને ચટ્ટાનો પડવાની ઘટનાઓથી લોકો ડરી ગયા છે. ત્યારે શનિવારે સવારે પણ વરસાદ છવાયેલો છે.

સ્ટેટ ડિસ્ઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર 24 કલાકની અંદર વર્ષા સાથે જોડાયેલી ઘટનાઓમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. સિરમૌરમાં રોડ દુર્ઘટના, ચંબામાં પહાડી પડવાથી અને કુલ્લૂમાં લપસી જવાથી 1-1 લોકોના મોત થયા છે. વરસાદની સિઝન દરમિયાન વિભિન્ન ઘટનાઓમાં 211 લોકો માર્યા ગયા છે. ત્યારે લાહૌલના તોંજિંગ નાળામાં વહેવાથી 3 લોકો હજું ગુમ છે. અહીંથી 7 લોકોની લાશ મળી છે.

સ્ટેટ ડિસ્ઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જારી આંકડા પર નજર નાંખીએ તો શુક્રવારે 462 રોડ, ભૂસ્ખલનના કારણે અસરગ્રસ્ત થયા છે. સૌથી વધારે 165 રોડ મંડી જિલ્લામાં બંધ છે. શિમલામાં 116, કુલ્લુમાં 47, હમીરપુરમાં 37, સિરમૌરમાં 30, કાંગડામાં 21, લાહૌલ- સ્પીતિમાં 19, ચંબામાં 14, સોલનમાં 12, કિન્નોરમાં 6 અને ઉનામાં એક રોડ અસરગ્રસ્ત છે. બિલાસપુરમાં કોઈ રસ્તા બંધ નથી. 5 જિલ્લામાં 94 પેયજલ પરિયોજનાઓ ઠપ પડી છે. કુલ્લુમાં સૌથી વધારે 41 પેયજલ પરિયોજનાઓ ઠપ છે. જ્યારે લાહૌલ સ્પીતિમાં 35, સિરમૌરમાં 9, શિમલામાં 7 અને ચંબામાં 2 પેયજલ પરિયોજનાઓ બંધ છે. આ ઉપરાંત 41 ટ્રાન્સફોર્મર પણ બંધ છે. લાહૌલ સ્પીતી અને ચંબામાં 18-18 અને સિરમૌરમાં 4 તથા મંડીમાં એક ટ્રન્સફોર્મર ઠપ છે. વરસાદના કારણે 29 કાચા પાક્કા મકાન અને 14 ગૌશાલાઓ ક્ષતિગ્રસ્ત છે.

 54 ,  1