રૂપિયા નહીં લાવે તો પતિના તારી સાથે પત્ની તરીકે સબંધ નહીં રહે – સાસરિયાની ધમકી

‘તારી માતા નિવૃત્ત થઇ છે તો રૂપિયા લઇ આવ’ કહી પરણિતાને કાઢી મુકી

એરપોર્ટ પોલીસ મથકમાં પાંચ સાસરિયા સામે ફરિયાદ બાદ તપાસ શરૂ

તારી માતા નિવૃત્ત થઇ છે તો સારા રૂપિયા આવ્યા હશે તેમાંથી એક લાખ રૂપિયા લઇ આવ તેમ સાસરિયાએ જણાવ્યું હતું. જો કે, પરણિતાએ મારા માતા ક્યારનાય નિવૃત્ત થઇ ગયા છે તેઓની પાસે હવે ક્યાંથી રૂપિયા હશે તેમ કહ્યું હતું. જેથી સાસરિયાએ પરણિતાને માર મારી કાઢી મુકી હતી. ઉપરાંત સાસરિયાએ ધમકી આપી હતી કે, રૂપિયા નહીં લાવે તો પતિના તારી સાથે પત્ની તરીકે સબંધ નહીં રહે. જેથી તેણે આ મામલે એરપોર્ટ પોલીસ મથકમાં પતિ સહિતના
સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સરદારનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે કે, લગ્નજીવન દરમિયાન તેને નવ વરસનો એક દીકરો છે. જોકે લગ્નના દોઢ બે વર્ષ બાદ તેના પતિ અને સાસરિયા દ્વારા ઘરકામમાં ખામી કાઢીને પરેશાન કરતા હતા અને તેના સાસુ સસરા, નણંદ અને જેઠાણી તારી પત્ની દહેજ માં આવેલ નથી તેના પિયરમાંથી બધું દહેજ અને રોકડ રકમ મંગાવો તેમ કહીને તેના પતિની ચડામણી કરતા હતા અને તેનો પતિ તેને માર પણ
મારતો હતો. તેથી આ મામલે તકરાર થઇ હતી. ત્યારબાદ પરણિતા પિયર જતી રહી હતી. પછી આ મામલે સમાધાન થતા તે પતિ પાસે પરત ગઇ હતી.

જો કે બાદમાં તેના પતિ અને સાસરિયાઓએ કહ્યું હતું કે, તારી માતા નોકરીમાંથી રિટાયર્ડ થયેલા હોય તેમને સારા એવા રૂપિયા મળેલા છે. જેથી તું તારી માતા પાસેથી રૂપિયા એક લાખ લઇ આવ. જો કે પરિણીતાએ તેની ઘણા સમય પહેલાં રિટાર્યડ થઇ ગઇ છે અને માતા પાસે હાલ રૂપિયા ના હોવાનું કહેતા સાસરિયા દ્વારા પરિણીતા ને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. એટલું જ નહિ રૂપિયા લઈને આવે તો જ તારા સાથે પત્ની તરીકે ના સબંધ નહિ તો અમે વધુ કરિયાવર લઈ આવે તેવી છોકરી સાથે લગ્ન કરાવી દઈશું તારી સાથે કોઈ સંબંધ રહેશે નહીં. તેવું કહીને તેના પતિ અને સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકતા મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

કાનૂની સલાહ કેન્દ્ર ખાતે પણ અરજી કરી હતી

પતિ સહિતના સાસરીયાના ત્રાસ અને દહેજની માંગણીને લઇ મહિલાએ શાહીબાગ કાનૂની સલાહ કેન્દ્ર ખાતે અરજી કરતા તેના સાસરીયા હવે પછી હેરાન ગતિ નહીં કરવાની ખાતરી આપી ને સમાધાન કરી તેને પરત સાસરીમાં લઈ ગયા હતા. પરંતુ થોડા દિવસ સુધી સારી રીતે રાખ્યા બાદ ફરીથી ત્રાસ શરૂ થઈ ગયો હતો.

 23 ,  1