જો 50 રુપિયા લીટર પેટ્રોલ ના મળે તો મારુ નામ બદલીને ગપ્પૂ રાખજો….

બિહારના એક નેતાએ યોગીને હટાવવા પ્રજાને આપી સસ્તા પેટ્રોલની લાલચ

દેશભરમાં હાલ પેટ્રોલ-ડીઝલ સહિતના જરૂરી ચીજોના ભાવ આસમાને આંબી રહ્યા છે જેના પગલે ગરીબ અને મધ્યમ વર્ગોની કમર સરકારે તોડી નાખી છે. પરિણામે કોગ્રેસ સહિતના વિપક્ષ પક્ષો આ મુદ્દે મોદી સરકારને ઘેરી રહ્યા છે. ત્યારે હવે જન અધિકાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે ટ્વીટ કરીને ચર્ચામાં આવ્યા છે.

જન અધિકાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે આ ટ્વીટમાં ખાસ કરીને તેમણે ભાજપ પર મોંઘવારીને લઈને આકરા પ્રહાર કર્યા છે. આવુ કરવાથી પેટ્રોલ-ડીઝલની કિંમત 50 રુપિયા પ્રતિ લીટર થઈ જશે! જો ના થઈ તો મને પપ્પૂની જગ્યાએ ગપ્પૂ કહોજો!

પૂર્વ સાંસદ રાજેશ રંજને એક વીડિયો શેર કર્યો છે. જે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરનો છે. અહિયા આવેલ સદભાવના સ્કૂલના પ્રિન્સિપાલે 7 વર્ષના બાળકને ઉંધો લટાકાવીને તેને ડરાવ્યો હતો. કારણ માત્ર એટલું હતું કે બાળક શાલા ચાલુ હતી તે સમયે પકોડી ખાવા જતો રહ્યો હતો. આ વીડિયોને લઈને તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે.

જોકે આ સમગ્ર મામલે સાસંદે એવું કહ્યું કે જો દેશની જતા PM મોદીને તેમજ CM યોગીને પણ આ રીતે લટકાવે તો એક દિવસમાં મોંઘવારી કંટ્રોલમાં આવી જશે. સાથેજ તેમણે કહ્યું જો આવું કરવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલ પણ 50 રૂપિયા લીટર થઈ જશે. સાસંદનું આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે. સાથેજ લોકો મીમ બનાવીને પણ શેર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સાસંદ રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવની થોડાક સમય પહેલા એક 32 વર્ષના જૂના અપહરણ કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં કેમને તુરંત મધેપુરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તબીયત ખરાબ થતા પછી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે તેમણે ભાજપ પર આક્ષેપો લગાવ્યા હતા. પરંતુ તે સમયે પણ તેમને જામીન મળે તે માટે જુદી જુદી જગ્યાએ લોકો પ્રદર્શન કર્યા હતા.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી