‘ફેફર’ની ફેંકાફેંક…! ગ્રેજ્યુટી નહીં આપો તો વિશ્વમાં ભયંકર દુષ્કાળ લાવીશ

ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ‘કલ્કિ’, કોરોના મારું જ સુદર્શન ચક્ર’ છે’

રાજકોટના કાલાવડ રોડપર રહેતા રમેશચંદ્ર ફેફર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. પોતે “કલ્કિ અવતાર” ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર હોવાનો દાવો કરનાર આ વ્યક્તિ રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે. જોકે સરકારે 16 લાખ રૂપિયા પગાર અને 16 લાખ રૂપિયા ગ્રેજ્યુટી ન ચૂકવતા જળસંપતિ વિભાગના સચિવને પત્ર લખ્યો છે.

રમેશચંદ્ર ફેફરે પત્રમાં લખ્યું છે કે, ”સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા 16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે. આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કરેલ છે અને આ રીતે કોરોના કાળમાં કામ કરેલા લોકોને સરકાર પગાર ચૂકવે જ છે.”

વધુમાં પત્રમાં દાવા કર્યો છે કે,, ”હું કલ્કિ અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા 20 વર્ષથી સારો વરસાદ ભારતમાં થાય છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલો નથી. છેલ્લા 20 વર્ષના સારા વરસાદને કારણે જ દેશને 20 લાખ કરોડનો ફાયદો થયો છે. તેમ છતાં સરકારમાં બેઠેલા રાક્ષસો મને અન્યાય કરે છે. આથી સમગ્ર વિશ્વમાં ભયંકર દુષ્કાળ પાડવાનો છું.”

રમેશચંદ્ર ફેફરેકહ્યું હતું કે, “કોરોના એ પોતાનું જ સુદર્શન છે. જે વિશ્વના 7.5 કરોડ અબજ રક્ષણ સ્વરૂપના મનુષ્યોનો વિનાશ કરશે. જે લોકો સિતારામના જાપ કરશે તે જ બચી શકશે. એટલું જ નહીં પરાશક્તિનો ઉપયોગ કરતો હોવાથી વિજ્ઞાન પણ કાંઈ કરી શકશે નહીં” તેવો દાવો કર્યો હતો. વરસાદને લઈને રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે,”આ વર્ષે ભયંકર દુષ્કાળ પાડવાનો છે. જેથી ખેડૂતો અત્યાર થી જ ભગવાનના જપ કરવા માંડે.

નોંધનીયછે કે, રમેશચંદ્ર ફેફરે જળ સંસાઘન વિભાગના સચિવને 1 જુલાઈ પત્ર લખીને કહયું હતું કે, સરકારમાં બેસેલા રાક્ષકે 16 લાખ રુપિયાની ગ્રેચ્યુટી એક વર્ષનો પગારના લેખે 16 લાખ રુપિયા રોકીને પરેશાન કરી રહ્યા છે. પરિણામે ફેકરે કહ્યું કે, આ કારણે પૃથ્વી પર ભંયકર દુષ્કાળ લાવીશ કારણે કે હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું.

 34 ,  1