September 19, 2020
September 19, 2020

રાજ્યમાં હવે આજથી હૅલ્મેટ નહીં પહેરો તો થશે રૂ.500નો દંડ

સમગ્ર રાજ્યમાં આજથી 20 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસ મેગા ડ્રાઈવ ચલાવશે

કોરોનાના કપરા કાળમાં વચ્ચે પોલીસ હવે માસ્ક્ બાદ હેલ્મેટ ન પહેરનાર માટે આજથી દંડ વસૂલવામાં આવશે. રાજ્યના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને 9 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ ન પહેરવાની ને દંડ કરવાની સ્પેશિયલ ડ્રાઇવ (mega drive) રાખવામાં આવી છે. રોડ સેફ્ટીની બેઠકમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં હેલ્મેટ ન પહેરવું હોવાના ઘટનાઓ સામે આવી છે. આજથી હેલ્મેટ નહિ પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી થઈ છે. જેથી હવે સમગ્ર રાજ્યમાં આજથી 20 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસ મેગા ડ્રાઈવ ચલાવશે.  

ગુજરાતમાં આજથી હેલ્મેટ ના પહેરનારા પાસેથી દંડ વસૂલાશે. માસ્ક નહીં તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હેલમેનટ નહી પહેરવાનાં કારણે હાલમાં અકસ્માત દરમિયાન ઘાયલ થનારા લોકોનું પ્રમાણ વધી ગયું હતું. આજે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ અંતર્ગત અકસ્માત ઘટાડવા તેમજ નિયમોની સુયોગ્ય અમલવારી માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલમેટ ભંગનાં કેસોને વધારે પ્રાથાન્ય આપવાની ચર્ચા છઇ હતી. જેથી પોલીસ પર પણ હેલમેટનાં મહત્તમ કેસ નોંધવાનાં રહેશે. શહેર જીલ્લાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.

 102 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર