હમણાં ગોવા ફરવા ગયા હોવ તો આ વાંચી લેજો..નહીંતર…

રાજ્યમાં પોઝિટિવ કેસોનો દર 50 ટકાએ પહોંચી ગયો…સંભાળજો..

દેશમાં એક પછી એક રાજ્યોમાં કોરોના સંક્રમણની બીજી લહેર કહેર વરસાવી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યો બાદ હવે ગોવાએ ચિંતા વધારી છે. ગોવામાં સંક્રમણ ચિંતાજનક બની ગયું છે. ગુરુવારે રાજ્યમાં પોઝિટિવ કેસોનો દર 50 ટકાએ પહોંચી ગયો છે, એટલે કે ટેસ્ટ કરાવતી દર બીજી વ્યક્તિ પોઝિટિવ નીકળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 3 હજાર કેસ નોંધાયા છે, તે સાથે એક્ટિવ કેસોની સંખ્યા 20 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે 36 દર્દીઓના મોત થયા છે.

દક્ષિણ ગોવા જિલ્લા હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે, દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. હોસ્પિટલમાં નવા વોર્ડ ઉમેરાયા છે, પરંતુ દર્દીઓ એટલી બધી સંખ્યામાં આવી રહ્યા છે કે, તેમને જમીન પર ચટ્ટાઈ પર સૂવાડવા પડી રહ્યા છે.

ગોવામાં ગુરુવારે સંક્રમણથી મૃત્યુ પામેલા 36માંથી 13 દર્દીઓ 60 વર્ષથી ઓછી ઉંમરના હતા. જેમાં એક છોકરીની ઉંમરનો 19 વર્ષ જ હતી. તેનામાં અઠવાડિયા પહેલા લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ તેણે ગયા બુધવારે જ ટેસ્ટ કરાવ્યો હતો.

છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં 100થી વધુ દર્દીઓના મોત થયા છે. પરિણામે રાજ્યનો રિકવરી રેટ 75 ટકથી ઓછો થઈ ગયો છે. ગોવામાં ગુરુવારે 240 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યારે 2030 દર્દીઓ હોમ આઈસોલેશનમાં હતા.

 36 ,  1